ઊના શહેમાં રહેતા કિશન હરીભાઇ ચૌહાણ ગત રાત્રીનાં સમયે બાઇક ઉપર પોતાના ઘરે જતાં હતાં. ત્યારે અચાનક વેરાવળ રોડ
પર આવેલ સરકારી હોસ્પિટલ પહેલા ટેલીફોનનો તુટેલી હાલતમાં વાયર પડતાં ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત
યુવાન લોહીલોહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. જોકે ટેલીફોન તંત્રની ઘોરબેદરકારીનાં કારણે
લટકતા વાયરમાં ગળું કપાતાં બચી ગયા હતા. આથી આવા વાયરને તાત્કાલીક ઉચા બાંધી વ્યવસ્થિત કરવામાં આવે નહી તો રસ્તા
પરથી પસાર થતા અનેક લોકો આ વાયરના કારણે ભોગ બનશે તેની ગંભીરતા લઇ તાત્કાલીક લટકતા વાયરો દૂર કરવા માંગ ઉઠવા
પામેલ છે.


