Gujarat

ઉનાના કોઠારી ગામમાં રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા એક વાછરડાનું મારણ કર્યું….

ઉના ગીરગઢડા પંથકના ગ્રામ્ય વિસ્તારના રહેણાંક મકાનો સુઘી સિંહ પરિવાર પશુઓનાં શિકાર કરવા પહોંચી જતા હોવાની ઘટના
છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. ત્યારે વધું એક ઉનાના કોઠારી ગામમાં રહેણાંક વિસ્તારમાં બે સિંહણ અને તેનાં બચ્ચાં સાથે
આવી ચઢતા એક વાછરડા પર હુમલો કરી મારણ કર્યું હતું. જેથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
કોઠારી ગામના રહેણાક વિસ્તારમાં આવેલ એક મંદિરની પાસે રાત્રિના સમયે બે સિંહણ અને તેનાં બચ્ચાં સાથે ગામમાં આવી જતા
પશુઓમાં અફડા તફડી મચી ગયેલ હતી. અને સિંહ પરિવારે એક વાછરડા ઉપર હુમલો કરતા ભાંભરવા લાગતા આજુબાજુમાં રહેતા
લોકો જાગી ગયા હતા. અને ઘરની બહાર નીકળ્યાં હતાં. પરંતું સિંહોએ પશુનું મારણ કરી નાખ્યું હતું. અને ત્યાંથી સિંહ સીમ વાડી
વિસ્તારમાં જતાં રહ્યાં હતાં. જોકે ગામમાં સિંહ પરિવાર આવી પશુના મારણ કરતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયેલ હતું

-ગામમાં-રહેણાંક-વિસ્તારમાં-સિંહના-ધામા-એક-વાછરડાનું-મારણ-કર્યું.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *