નવી દિલ્હી
શ્રીલંકાના ફાસ્ટ બોલર લાહિરુ કુમારા પોતાની પહેલી ઓવરથી જ ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યો હતો. તેણે પોતાની પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર થ્રો ફેંક્યો, જેના પર મોહમ્મદ નઈમ માંડ માંડ બચી ગયો હતો. બોલ નઈમના હેલ્મેટ ઉપર થઇને નિકળ્યો હતો. જાે બાંગ્લાદેશનો આ બેટ્સમેન નિચે બેઠો ન હોત તો બોલ તેને વાગી શક્યો હોત. આ પછી, તેની આગળની ઓવરના પાંચમા બોલ પર લાહિરુએ લિટન દાસને આઉટ કર્યો. લિટન દાસ પેવેલિયનમાં પરત ફરી રહ્યો હતો. પરંતુ લાહિરુ તેની પાસે કંઈક કહેવા ગયો, જેના પછી મામલો ગંભીર બની ગયો. અમ્પાયરોએ દરમિયાનગીરી કરી નહિંતર મારામારી થઈ જતી. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ઘણી વખત આકરી ટક્કર થતી હોય છે. આ ્૨૦ વર્લ્ડ કપમાં બંને ટીમોએ પહેલા રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સુપર-૧૨માં જગ્યા બનાવી. મેચની વાત કરીએ તો, શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. બંને ટીમમાં એક-એક ફેરફાર કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશે એક ફેરફાર કર્યો અને તસ્કીન અહેમદની જગ્યાએ નસુમ અહેમદને ટીમમાં સામેલ કર્યો. શ્રીલંકાએ અનફિટ મહેશ થિક્ષાણાં સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં બિનુરા ફર્નાન્ડોનો સમાવેશ કર્યો હતો.્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ જીતવા માટે દરેક ટીમ પોતાના જાનની બાજી લગાવીલડી રહી છે. દરેક ખેલાડી ખૂબ જ ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે. જાે કે, કેટલાક ખેલાડીઓ ઉત્સાહમાં તેમના હોશ પણ ગુમાવી રહ્યા છે. કંઇક આવું જ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં જાેવા મળ્યું હતું, જ્યાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચેની પિચ પર ટકરાયા હતા. મેચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ખૂબ જ ગાળા-ગાળી થઇ હતી અને જાે અમ્પાયર ન હોત તો મારામારી પણ થઇ જતી. શારજાહમાં રમાઈ રહેલી મેચમાં લિટન દાસની વિકેટ પડ્યા બાદ આ ઘટના બની હતી. શ્રીલંકાના ઝડપી બોલર લહિરુ કુમારાએ લિટન દાસની વિકેટ લીધા બાદ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો અને બાંગ્લાદેશી બેટ્સમેનને કંઈક કહ્યું. જે બાદ લિટન દાસ ગુસ્સે થઈ ગયો અને બંને વચ્ચે ગાળા ગાળી થવા લાગી. આ પછી બાંગ્લાદેશના બીજા બેટ્સમેન મોહમ્મદ નઈમે લાહિરુ કુમારાને ધક્કો માર્યો હતો.