મહુધા તાલુકાના નગીના વાડી ખાતે ખેડા જિલ્લા પોલીસ આયોજિત અકસ્માત અટકાવો જીવ બચાવો અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીગ્નેશ કવિરાજ દ્વારા લોકોનું મનોરંજન કરાતા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમમાં જીલ્લા પોલિસ વડા રાજેશ ગઢીયા સહિત પોલિસ અધિકારી,કર્મચારીઓ તેમજ મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ મહુધા તાલુકાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે ટ્રાફિક નિયમો અંગે ખેડા પોલીસ અધિક્ષક તેમજ ધારાસભ્ય અમે આગેવાનો સહિત ઉપસ્થિત તમામ લોકોએ ટ્રાફીક નિયમોના પાલનની પ્રતિજ્ઞા લીધી હતી.કાર્યક્રમમાં નવા લાયસન્સ મેળવ્યા હોય તેમને ખેડા એસપી તેમજ ધારાસભ્યના હસ્તે હેલ્મેટ આપવામાં આવ્યા હતા.આ સાથે ખેડા એસપી ધારાસભ્ય સહિત આગેવાનોએ બાઈક રેલીને લીલી ઝંડી આપી મહુધા શહેરમાં રવાના કરવામાં આવી હતી.300 ઉપરાંત લોકો આ બાઈક રેલીમાં જોડાયા હતા.આ પ્રસંગે જીલ્લા પોલિસ વડા રાજેશ ગઢીયાએ ટ્રાફીકના નિયમોનું પાલન કરી પોતાને તેમજ પોતાના પરિવારજનોની સુરક્ષિત રાખવા નાગરિકોને અપીલ કરી હતી.


