Gujarat

સાવરકુંડલા તાલુકાના ગાધકડા મુકામે શ્રી આશાપુરા મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ગાધકડા મુકામે શ્રી આશાપુરા મંદિર ટ્રસ્ટ દ્વારા વિધાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. ગાધકડા પે સેન્ટર શાળા, પ્લોટ પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, કલ્યાણપુર શાળા, અને ગણેશગઢ શાળા એમ ધોરણ ૧ થી ૧૦ સુધીના કુલ ૮૫૦ જેવા વિધાર્થીઓને વિષય વાઈઝ ૫૦૦૦ જેટલી નોટબુક દર વર્ષે વિતરણ કરવામાં આવે છે ત્યારે  આ કાર્યક્રમમાં શ્રી રમેશભાઈ ધામી, બીપીનભાઈ ધામી, પ્રકાશભાઈ, મુકુંદદાદા જાની, ભાસ્કરદાદા જાની, તાલુકા પંચાયત સભ્ય જીતુભાઈ કાછડીયા, કકુભાઈ હિરાણી, મંદિર સ્ટાફ, દરેક શાળાના આચાર્યશ્રીઓ, શાળા સ્ટાફ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન વિધાર્થીઓમાં નવી હર્ષની લાગણી જોવા મળી હતી.એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

IMG-20230619-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *