Gujarat

સ્મૃતિઓ હમેશાં માનવજીવનમાં મઘમઘતી રહે છે. તથ્યોને ભૂલી શકાતા નથી. દરેક ક્ષણ જીવનનાં કેમેરામાં કંડારાય જ જતી હોય છે. જીવન રૂપી બ્લેકબોર્ડ દ્વારા પણ ક્ષણોને ડસ્ટરથી કદી પણ ભૂંસી નથી શકાતી..

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
જૂન ૨૦૧૫ ની એ સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ પોતાના ફેસબુક પેજ પર કંડારેલી એ સ્મૃતિઓ આજે પણ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરની યુ.એસ.એ.નિવાસી ડો. રશ્મિબા જાડેજાએ સાવરકુંડલા શહેરને આપેલું મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન અને ત્યાર બાદ તેમના જીવનમાં પ્રતિ વર્ષ કોરોના કાળના એકાદ વર્ષને બાદ કરતાં એક માસ જેટલો તેમનો અમૂલ્ય સમય ભારતમાં આ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે લોકોને મનોચિકિત્સક તરીકે માર્ગદર્શન તથા યુવાનો વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જોવા મળેલ છે. આજે જે સ્મૃતિઓ રજૂ કરવામાં આવેલ છે તે જૂન ૨૦૧૫ની સંચિત સ્મૃતિઓ કદાચ એ ફેરવેલ કાર્યક્રમ હતો..આજે આઠ વર્ષના વહાણાં વહી ગયાં છે. છતાંય એ સ્મૃતિઓ આજે પણ તાજીતરાર છે.
થોડા અંશો આપની સમક્ષ રજૂ કરેલ છે. જો કે પોતાની આ નિસ્વાર્થ સેવા દ્વારા તેમણે સાવરકુંડલાવાસીઓના હ્રદય જીતી લીધા છે.
થોડો સારાંશ આપ વાંચકો સમક્ષ. હાલ તો આ આરોગ્ય મંદિરની આરોગ્યલક્ષી સેવાઓની ખ્યાતિ દેશના સિમાડા ઓળંગી વિદેશની ધરા પર પણ અવિરત ફેલાતી જાય છે.
હાલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ પ્રકાશભાઈ કટારીયા અને આ સંસ્થાના સેક્રેટરી દિવ્યકાંતભાઇ સૂચક, સહ મંત્રી ભરતભાઈ જોષી, સંસ્થાના પ્રમુખ હરેશભાઈ મહેતાના માર્ગદર્શન અને પૂ. મોરારી બાપુનાં આશીર્વાદ સાથે દિનપ્રતિદિન પ્રગતિના પંથે છે.
તારીખ ૨૦મી જૂન ૨૦૧૫
લોકેશન શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર.

Screenshot_20230620-092030_Facebook.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *