Gujarat

છોટાઉદેપુર નગરમાં ભગવાન જગન્નાથ નગર ચર્યાએ નીકળ્યા. ધામધુમથી રથયાત્રા નગરના રાજમાર્ગો ઉપર ફરી.

છોટાઉદેપુર જિલ્લામાં ભગવાન જગન્નાથજીની રથ યાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જય રણછોડ માખણચોરના ગગનભેદી નારા વચ્ચે  ભક્તિમય વાતાવરણમાં જિલ્લાના 6 તાલુકાઓમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.  જ્યારે લાખો શ્રદ્ધાળુઓ આ રથયાત્રામાં જોડાયા હતા.
         છોટાઉદેપુર નગરમાં આજરોજ  તા 20 જુનને  અષાઢી બીજ ના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ધામધૂમ પૂર્વક  નગર ચર્યાએ નીકળ્યા હતા. રણછોડરાય ભક્ત મંડળ દ્વારા નગરમાં આવેલ રણછોડરાય મંદિર ખાતેથી ભારે ધામધૂમ પૂર્વક રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ઠાઠ માઠ સાથે  ભગવાન જગન્નાથની રથ યાત્રા નગરના રાજમાર્ગો ઉપર ફરી હતી. જેના દર્શનનો દરેક ભક્તોએ લાભ લીધો હતો. સમગ્ર નગરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું.  રથયાત્રા દરમ્યાન ભક્તો દ્વારા પ્રભુની ઉપર પુષ્પ વર્ષા કરવામાં. આવી હતી.
                છોટાઉદેપુર નગરમાં હર્ષોલ્લાસ સાથે નીકળેલ રથયાત્રામાં , 3 ઘોડા, 4 બગી, 3 નૃત્ય મંડળી, એક બેન્ડ નાસિક ઢોલ  ત્રાંસા 3 ડીજે, 5 ટ્રેકટર પ્રસાદ, ડ્રોન  અને રાત્રીના અંદાજે 5000 માણસોનો મહા પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું   ભગવાન જગન્નાથજીનો રથ  નગરના રણછોડરાય મંદિર ખાતેથી નિકળી નગરના રાજમાર્ગો ઉપર ફર્યો હતો. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રથમ રથ ખેંચ્યો હતો.   જેમાં કાલિકામતા મંદિર, ઝંડાચોક, પાવરહાઉસ, ક્લબ રોડ, પોસ્ટ ઓફિસ, નવાપુરા, થઈ પરત રણછોડરાય મંદિરે જય રણછોડ માખણચોરના ગગનભેદી નારા સાથે પહોચ્યો હતો.
                  સમગ્ર છોટાઉદેપુર રથ યાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લામાં નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 199 જેટલા પોલીસ જવાનો જોડાયા હતા. જેમાં 1 એસ પી, 1 ડીવાય એસ પી, 7 પી આઈ, 20 પી એસ આઈ અને 170  જવાનો પોલીસ બંદોબસ્તમાં ખડે પગે જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230620-165252.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *