Gujarat

કવાંટ તાલુકા ના હમીરપુરા ગામે અનાથ આશ્રમ નું લોકાર્પણ સાંસદ અને ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું

કવાંટ તાલુકા ના હમીરપુરા ગામેં આર્મી મેન તરીકે ફરજ બજાવતા કવાંટ તાલુકાના નવલજા ગામના વતની વિજયભાઈ રાઠવા દ્વારા આદિવાસી સમાજમાં અનાથ બાળકોને અભ્યાસની સાથે રહેવા માટે મફતમાં સુવિધા મળે તે હેતુથી હમીરપુરા ગામે આજરોજ અનાથ આશ્રમ બનાવ્યું જેનું લોકાર્પણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ,દિનેશભાઇ તીરંદાજ ,તાલુકા વિકાસ અધિકારી,તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ , જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય ની સાથે હમીરપુરા ગ્રામ પંચાયત ના સરપંચ સહિત ના આગેવાનો દ્વારા કરવામાં આવ્યુ હતું આ આશ્રમ બનાવવા પાછળ નો હેતુ કે કોઈ બાળક ના પિતા કે માતા મૃત્યુ પામ્યા હોય અને તે બીજું લગ્ન કરે તેવે વખતે બાળક ઉપર પૂરતું ધ્યાન ન રખાતું હોય તેવા બાળકો અને અનાથ હોય તેવા આદિવાસી સમાજ ના બાળકો ને નિઃશુલ્ક અહીં રહેવા જમવા ની સુવિધા આપવામા આવશે એમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1687259728341-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *