Gujarat

ઉર્જા સોલંકીએ કહ્યું, યોગ ક્ષેત્રમાં વિશ્વ ફલક ઉપર ભારત અને જૂનાગઢનું નામ રોશન કરવું છે

જૂનનાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગએ નિરોગીપણાથી સમાધિ સુધીની યાત્રા છે.  યોગ શબ્દનાં  બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતાત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. એટલું નહી યોગથી નીરોગી અને સ્વસ્થ રહી શકાય છે. નિયમીત યોગ કરવાથી અનેક રોગમાંથી મુક્તિ મળે છે. મન અને શરિર સ્વસ્થ રહે છે.

જૂનાગઢમાં અનેક લોકો સવારનાં યોગ કરતા નજરે પડે છે. જૂનાગઢની યોગ ગર્લ ઉર્જા કિશોરભાઇ સોલંકીએ યોગમાં અનેક સિધ્ધિઓ હાંસલ કરી છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી યોગમાં એમ.એ. કર્યું છે. મુળ મેંદરડાનાં અને હાલ જૂનાગઢ રહેતા ઉર્જા સોલંકીનાં પિતા કિશોરભાઇ સોલંકી શિક્ષક છે. માતા કુંદનબેન સોલંકી શિક્ષિકા છે. માતા અને પિતાની પ્રેરણાથી યોગ ક્ષેત્રે ઉર્જા સોલંકીએ અનેક સિધ્ધીઓ મેળવી છે. વર્ષ ૨૦૨૧માં ઉર્જા સોલંકીએ ૩૫ મિનિટ સુધી મત્સ્યેન્દ્રાસન કરી એશિયા બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

ઉર્જા સોલંકીએ કહ્યું હતું કેયોગ મારો પસંદગીનો વિષય છે. શાળા કાળથી યોગ કરું છું.  પરંતુ મારા માતા કુંદનબેનની તિવ્ર ઇચ્છા મને આજે અહીં સુધી ખેંચી લાવી છે. તેમજ મારી અંદરની યોગ શક્તિને જગાડવામાં માતા અને પિતાનો મહત્વનો ફાળો છે. એશિયાનો નવો રેકોર્ડ બનાવી નવી ઓળખ ઉભી કરી છે. ૩૫ મિનીટ સુધી મત્સ્યેન્દ્રાસન કરી એશિયા બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.તેમજ નેશનલ લેવની સ્પર્ધાઓમાં અનેક મેડલ્સ પ્રાપ્ત કર્યા છે. હાલ હું આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં યોગ ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવુ છું. હાલ યોગમાં અભ્યાસ ચાલું છે. મારુ ધ્યેય અહીં અટકતું નથી.  યોગ ક્ષેત્રમાં વિશ્વ ફલક ઉપર ભારત અને જૂનાગઢનું નામ રોશન કરવું છે.

ઉર્જા સોલંકીએ કહ્યું હતું કેલોકો નિયમીત યોગ કરવા જોઇએ. યોગથી અનેક ફાયદા થાય છે. લોકો સ્વાસ્થય સારુ બની રહે છે. નિયમીત યોગ કરવાથી અનેક રોગમાંથી મુક્તિ મળે છે. મન શાંત રહે છે. તેમજ યોગ ક્ષેત્રે પણ યુવાનો માટે અનેક તક છે. સરકાર યોગને લઇ અનેક પ્રયાસ કરે છે. સરકાર યુવાનો માટે નવુ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. યુવાનોને યોગમાં જોડી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *