નવી દિલ્હી
કોંગ્રેસની વર્કિંગ કમિટીની ૧૬ ઓક્ટોબરે મળેલી બેઠકમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સભ્ય બનનારે સંકલ્પ કરવો પડશે કે તેઓ કોઈ પણ પ્રકારની સમાજીક ભેદભાવની ગતિવિધિઓમાં સામેલ નહીં થાય અને નિયમિત રીતે ખાદી પહેરશે.દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસ દ્વારા ૧ નવેમ્બરથી સભ્યો બનાવવાનુ અભિયાન શરુ કરવામાં આવશે.જાેકે સભ્ય બનવા માંગતા વ્યક્તિ માટે પાર્ટી દ્વારા કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે પાર્ટીના સભ્ય બનનાર સભ્યે ખાતરી આપવી પડશે કે તે દારુનુ અને ડ્રગ્સનુ સેવન નહીં કરે તેમજ જાહેર મંચ પરથી કોંગ્રેસની નીતિઓની ટીકા પણ નહીં કરે.કોંગ્રેસ દ્વારા સભ્ય બનવા માટેની અરજીમાં દસ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના માટે સભ્ય બનનારા સંમતિ આપવી પડશે. જેમાં કાયદા કરતા વધારે સંપત્તિ નહીં રાખવાનો અને પાર્ટી માટે શારીરિક શ્રમ કરવાની શરતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.એક નવેમ્બરથી ૩૧ માર્ચ સુધી પાર્ટીના સભ્ય બનાવવાનુ અભિયાન ચાલશે.
