Gujarat

બોડેલી માં વિશ્વ યોગ દીવસ ની ઉજવણી કરાઈ તાલુકા કાનુન  સેવા સમિતિ, બોડેલી તરફથી આયોજન કરવામા આવ્યું 

આજ રોજ તા. ૨૧/૬/૨૦૨૩ ના રોજ વિશ્વ યોગ દીવસ ના અવસર પર નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદશન હેઠળ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર ના ઉપક્રમ થી અત્ર વિશ્વ યોગ દીવસ ના કાર્યકમ તાલુકા કાનુની સેવા સમિતિ, બોડેલી તરફથી આયોજન કરવામા આવેલ છે, આ કાર્યક્રમ માં  શ્રી અંદલીપ તિાવરી સાહેબ, બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ, બોડેલી તથા શ્રી આશુતોષ રાજ પાઠક, ચેરમેન, તાલુકા કાનુનિ સેવા સમિતિ, બોડેલી અને પ્રિન્સીપાલ સીની. સીવીલ જજ અને એડી. ચીફ જયુડીશીયલ મેજી. બોડેલી તથા એડી. સીવીલ જજ શ્રી એ. પી. વર્મા, તથા સરકારી વકીલશ્રી યોગેશભાઈ દરજી અને ભાવનાબેન વસાવા તથા બોડેલી બાર એશોશીયેશન ના પ્રમુખ શ્રી લલીતચંદ્ન ઝેડ. રોહિત, તથા તમામ હોદ્દેદારશ્રી ઓ તેમજ સીનીયર/જુનિયર વકીલ મીત્રો તથા યોગ શિક્ષક શ્રી નરેશભાઈ રાજપુરોહિત તથા કોર્ટ સ્ટાફ હાજર રહેલા હતા. અને સાથે મળી વિશ્વ યોગ દીવસ ને ખુબ ઉત્સાવ પુર્વક ઉજવણી કરવામા આવી અને યોગ કરવાથી સ્વાસ્થ સારૂ રહે અને નિરોગી રહી શકાય તેવા આશય થી વિશ્વ યોગ દીવસને ઉજવણી કરવામાં આવી તેમજ લોકોના જીવનનુ આયુષ્યવધે તેવા શુભઆશય થી નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદશન હેઠળ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર ના ઉપક્રમ તથા તાલુકા કાનુની સેવા સમિતિ, બોડેલી દવારા યોજવામાં આવ્યો છે. આમ કુલ ૫૦ થી ૬૦ વ્યકિતઓ હાજર રહેલા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230621-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *