જળ એ જીવન છે જેના ભાગરૂપે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા ની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન અનુદાન કાર્યક્રમ અંતર્ગત 70% થી વધુ મહિલા હોય એ ગામમાં પાણી સમિતિ બનાવવામાં આવે છે જેને લઇને છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર બોડેલી અને સંખેડા તાલુકાની મહિલા પાણી સમિતિની 50,000 હજાર રૂપિયાનો ચેક દરેક તાલુકાની મહિલા પાણી સમિતિને છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે સર્કિટ હાઉસ ખાતેથી આપવામાં આવ્યો હતો મહિલાઓને પ્રોત્સાહન મળે તેના માટે સરકાર દ્વારા આપવામાં આવે છે, આ કાર્યક્રમમાં સાંસદની સાથે ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, વાસ્મોના યુનિટ મેનેજર અજય ચૌધરી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


