Gujarat

બોડેલી એપીએમસીના પ્રમુખ અને ઉપ પ્રમુખ પદે વાલજી રાઠવા અને યશપાલ ઠાકોર બિનહરીફ ચૂંટાયા

બોડેલી એપીએમસીની બે મહિના પહેલા યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. જેમાં ભાજપ પ્રેરિત 10 સભ્યો તેમજ કોંગ્રેસ પ્રેરિત 6 સભ્યો હતા. ભાજપના વરિષ્ઠ આગેવાન વાલજી બારીયાને પ્રમુખ અને યુવાન યશપાલ ઠાકોરને ઉપ પ્રમુખ પદે બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે.

બોડેલી એપીએમસીની બે મહિના પહેલા યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. જેમાં ભાજપ પ્રેરિત 10 સભ્યો તેમજ કોંગ્રેસ પ્રેરિત 6 સભ્યો હતા. જેમાં કોંગ્રેસના 4 સભ્યો ભાજપમાં જોડાઈ જતા ભાજપના 14 તેમજ કોંગ્રેસના 2 સભ્યો રહ્યા હતા,
જેને લઇને ભાજપમાં સહકારી સેલના બિપીન ગોતાને બોડેલી મોકલીને એપીએમસીના ડિરેક્ટરો, ધારાસભ્યો અને સાંસદને મળીને કોંસેસ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આજરોજ છોટાઉદેપુર જિલ્લાના ભાજપ પ્રભારી રમેશ ઉકાણી દ્વારા ભાજપનો મેંડેટ પ્રમુખ પદ માટે વાલજી બારીયા અને ઉપ પ્રમુખ પદ માટે યશપાલ ઠાકોરના નામો આપવામાં આવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1687345304346.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *