જાણવા મુજબ માંગરોળના મકતુપુર ગામના નવા પ્લોટ વણકરવાસ વિસ્તારમાં રહેતા આશાસ્પદ યુવાન ને ઇલેવન કેવી નો શોર્ટ લાગતા મુત્યુ,,
આ યુવાન અલ્પેશ માલદે સોલંકી ઉંમર વર્ષ 27 પોતાના ઘરની અગાસી પર બાજરો સૂકવવાનું કામ કરતા હતા તે દરમિયાન ઉપર થી પસાર થતી ઇલેવન કેવી નો શોર્ટ લાગતા ઘટના સ્થળે જ મુત્યુ થયું હતું અને યુવાન ભડધુ થઈ ગયો હતો.
આ યુવાનને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યા તેમનુ પી એમ કરવામા આવેલ હતુ ગામના મકતુપુર ગામના આગેવાન જીલ્લા પંચાયત સદસ્ય જીવાભાઇ સોલંકી, ભગીરથસિંહ ચુડાસમા, બાલુભાઇ કોડીયાતર સહિત અગ્રણીઓ હોસ્પિટલે પહોચી ગયા હતા,
પીજીવીસીએલ ની બેદરકારીને કારણે આ યુવાનનુ મૃત્યુ થયું હોવાનું ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઇલેવન કેવી લાઇન મકતુપુર ગામના વચ્ચે થી પસાર થાય છે જેને લઈ ગ્રામજનો અને લોકો દ્વારા વારંવાર આ બાબતે પીજીવીસીએલને લેખિતમાં જાણ કરી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં ન આવતા આ ગંભીર બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે…
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ


