Gujarat

કાભઈના મુવાડા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો….

તસવીર : મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ તાલુકાના કાભઈના મુવાડા પ્રાથમિક શાળામાં એક વીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના કર્તવ્યનિષ્ઠ અને સેવાભાવી શિક્ષણ મનિષભાઈ પટેલ દ્વારા બાળકોને યોગનું મહત્વ સમજાવી વિવિધ આસનો કરાવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતના યોગને વિશ્વ આખું સ્વીકારી રોજબરોજની ક્રિયામાં સમાવેશ કરી રહ્યું છે. તે આપણાં માટે ગૌરવની બાબત છે.
આ પ્રસંગે કપડવંજ તાલુકા હેલ્થ વિઝીટર મહેરૂન્નિશાબેન એમ.સિન્ધી અને મલ્ટી પરપઝ હેલ્થ વર્કર દેવેન્દ્રભાઈ માછી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા બાળકોને હેન્ડ વોશિંગ વિશે તેમજ વિવિધ આરોગ્ય લક્ષી માહિતી આપી હતી.
કાર્યક્રમના અંતે મહાનુભાવોના વરદ હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં શાળાના આચાર્ય બહેન કલ્પનાબેન પટેલ, પૂર્વ સરપંચ દિનેશભાઈ ઠાકોર, મનિષભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ખોડાભાઈ પટેલ, કાળાભાઈ ઠાકોર, જયંતિભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પરમાર,શ્રી ધનશ્યામભાઈ પ્રજાપતિ સહિત ગ્રામ આગેવાનો, આરોગ્ય કર્મચારીઓ, એસેમસી અને શાળા પરિવારના સદસ્યો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230621-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *