Gujarat

રાણપુરમાં મહિલા અને બાળવિકાસ વિભાગની પૂર્ણા યોજના અંતર્ગત પોયણી ઝુંબેશની ઉજવણી કરવામાં આવી

બોટાદ જીલ્લાના રાણપુરમાં તાલુકા પંચાયત કચેરીના હોલ ખાતે મહિલા અને બાળવિકાસ વિભાગની પૂર્ણા યોજના અંતર્ગત પોયણી ઝુંબેશની    ઉજવણી કરવામાં આવી. ટેક્સપીન કંપનીના દાતા તરફથી ૮૬ આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલી ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને સેનેટરી પેડ દાન આપવામાં આવ્યું જે નિમિતે દાતાનું સન્માન કરવામાં આવ્યું. જેમાં કિશોરીઓને સશકત તેમજ સુપોષીત થવા તેમજ સ્વચ્છતા અંગે જાગૃત થવા પ્રોત્સાહન આપવામા આવી.ઉજવણી નિમિતે ટેક્સપીન  કંપની કર્મચારી મનહરભાઈ પંચાળા, અલતાફભાઈ વડીયા,તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી તથા સામાજિક અને ન્યાય સમિતિના ચેરમેન હિરાભાઈ ખાણીયા તથા એ.ટી.ડી.ઓ. એકતાબેન કાપડીયા તથા ઇ.બાળ વિકાસ યોજના અધિકારી માણેક બેન શ્રીમાળી તથા આઇ.સી.ડી.એસ સ્ટાફ ગણ અને કાર્યકર -હેલ્પર તથા કિશોરીઓ ઉપસ્થિત રહ્યાં હતા….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230623-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *