Gujarat

જામનગર બ્લોક રિસોર્સ સેન્ટરમાં વિધાર્થીઓ માટે નાણાંકીય સાક્ષરતા ક્વિઝનું આયોજન કરાયું G- 20 સમિટ વિષે વિધાર્થીઓને જાણકારી આપવામાં આવી

જામનગર બ્લોક રિસોર્સ સેન્ટરમાં વિધાર્થીઓ માટે 'નાણાંકીય સાક્ષરતા ક્વિઝ' નું આયોજન કરવામાં
આવ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ વિધાર્થીઓને 'G- 20 સમિટ' ની જાણકારી આપવાના
હેતુસર ઉકત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનારા વિદ્યાર્થીઓને રિઝર્વ બેંક ઓફ
ઈન્ડિયાની ટીમ દ્વારા ઈનામ અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
ઉક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે નોડલ ઓફિસર શ્રી સુરેન્દ્રસિંહ જાડેજા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી પ્રિતેશ પરમાર, બી.
આર. સી. કો- ઓર્ડીનેટર શ્રી પ્રજ્ઞાબેન, સ્પર્ધાના નિર્ણાયક સી. આર. સી. કો- ઓર્ડીનેટર શ્રી જયેશ ચંદાણી અને સિક્કા કુમાર
શાળાના મદદનીશ શિક્ષક શ્રી હેતલ નિમાવતે જહેમત ઉઠાવી હતી.

-સેન્ટર-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *