Gujarat

ઘાંટવડ ગામ માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ વિતરણ કરવામાં આવ્યું

હાર્દિક કાનાબાર પ્રાચી
ઉપ સરપંચ નટવર સિંહ ઝાલા નાં હસ્તે વિતરણ કરવામાં આવ્યા
 ઘાંટવડ ગામ ખાતે આજે દરબાર સમાજ ની વાડી માં ઉપ સરપંચ નટવર સિંહ ઝાલા નાં હસ્તે વુર્ક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું અત્યારે વૃક્ષો સતત ઘટી રહ્યા છે તો તેના જતન માટે વૃક્ષો વાવવા અત્યંત જરૂરી છે તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૧૧ લાખ વૃક્ષારોપણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અત્યારે સોમનાથ ટ્રસ્ટના ૧૧ લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો જાજરમાન પ્રારંભ કરવામાં આવ્યો છે. ગામેગામ ઢોલ, શરણાઈ, પુષ્પવર્ષા, ઓર્કેસ્ટ્રા, અને ફટાકડા સાથે સોમનાથના વૃક્ષ વિતરણ અભિયાનનું ભવ્ય સ્વાગત કરાયું તો ખેડૂતો એ સોમનાથ મહાદેવ તરફથી મળેલ આંબાના છોડને સોમનાથનો આશીર્વાદ માની ભવ્ય સ્વાગત કર્યું કલ્યાણકારી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો
ગીર-સોમનાથ જિલ્લામાં ગત વર્ષોમાં આવેલા વાવાઝોડામાં થયેલ વૃક્ષોનો નાશ જિલ્લાના પ્રકૃતિચક્ર માટે ભારે નુકશાનકારક બની શકે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જીલ્લાની ૧૧ લાખની વસ્તી મુજબ જીલ્લામાં ૧૧ લાખ વૃક્ષોનું વિતરણ કરી ખેડુતો દ્વારા તેનો ઉછેર કરવામાં આવે અને જાતવાન વૃક્ષો વિના મુલ્યે આપવામાં આવે, ખેડુતને તેનાથી આવક પણ થાય તેવો કલ્યાણકારી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પ્રકૃતિ રક્ષણના મહા અભિયાન તરીકે ૧૧ લાખ વૃક્ષોનું ખેડૂતોને વિતરણ બીજાં તબક્કામાં પહોંચ્યું છે ત્યારે આજે કોડીનાર નાં ઘાંટવડ ગામ માં પણ વુક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઘાંટવડ નાં ૧૮૩  ખેડૂતો ને લાભ મળ્યો હતો ઘાંટવડ નાં ઉપ સરપંચ નટવર સિંહ ઝાલા નાં હસ્તે વુર્ષો નું વિતરણ કરવામાં આવ્યું હત

IMG-20230623-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *