Gujarat

સાવરકુંડલા શહેરના માથાના દુખાવો સાબિત થયેલા બાયપાસ રોડ પર નબળી કામગીરીના અખબારી અહેવાલ બાદ  ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જાત તપાસ કરીને આર.એન્ડ.બી.ના અધિકારીઓને બોલાવીને કડક સૂચનાઓ આપવામાં આવેલ 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
વાહન ચાલકોને કોઈપણ પ્રકારની હાલાકી ના થાય તેની ખાસ બાયપાસ રોડ પર ધારાસભ્ય મહેશ કસવાળાએ  જાય તપાસ કરી
———————————————————————વિગતે વાત કરીએ તો આ સાવરકુંડલા બાયપાસ રોડ બે તબક્કામાં બન્યો હોય એક બાય પાસ રોડ બની ગયેલો એને પાંચ વર્ષ જેવો સમય ગાળો થઈ ચૂકેલો હોય જ્યારે બાકીનો બાયપાસ રેલવે ફાટકથી પોણો પોણો કિલોમીટર સુધી નવો બનાવવામાં આવેલો હતો જૂના રોડની અવધી પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની હોય ને એ જૂના બાયપાસ માર્ગના કામમાં કદાચ ચૂક રહી ગઈ હોય તો એની જીણવટભરી તપાસ કરવાનો હુકમ પ્રજાના સાચા પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય કસવાળાએ કરાવ્યો હતો ભષ્ટાચારની ચાડી ખાતા બનેલા બાયપાસ રોડના નાળામાં ક્ષતિ અંગે અગાઉ પણ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ સચિવ કક્ષા સુધી રજૂઆતો કરીને જૂના નાળા તોડીને નવા નાળા બનાવવામાં ધારાસભ્ય કસવાળાએ ઉડીને આંખે વળગે તેવી જહેમત ઉઠાવેલ હતી જ્યારે ચૂંટણી ટાઈમે આપેલ બાયપાસ માર્ગનું વચન પાલન કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું ને ત્યારે રેલવે ફાટકથી લઈને પોણો પોણો કિલોમીટર બાયપાસ રોડની કામગીરીઓ પર ધારાસભ્ય જાતે તપાસ કરતા તે વખતે પણ કોન્ટ્રાકટરોને નબળી કામગીરી ના થાય તેની ખાસ તકેદારી ખુદ ધારાસભ્ય કસવાળા રાખતા આવ્યા છે બાદ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વરદહસ્તે બાયપાસ રોડનું લોકાર્પણ કરીને પ્રજાના પ્રતિનિધિ તરીકે પોતાની આગવી ઓળખ ધારાસભ્ય કસવાળાએ ઉભી કરી હતી જ્યારે બાયપાસ રોડની કામગીરીમાં ટૂંકા સમયમાં રોડ તૂટવાનો કે બેસી જવાના અખબારી અહેવાલ બાદ બાયપાસ રોડની સમીક્ષા કરવા પહોંચેલા ધારાસભ્ય મહેશ કસવાળાએ પ્રજાના ટેકસના પૈસાનો ફાયદો પ્રજાને મળવો જોઈએ તેમ જણાવ્યું હતું જ્યારે અગાઉ પાચ વર્ષ પહેલાં બનેલા બાયપાસ રોડમાં થોડા ખાડાઓ અંગે કોન્ટ્રાકટરને તાકીદે સૂચના આપીને માર્ગ મેઇન્ટેન્સ કરવા કોન્ટ્રાકટરને કડક સૂચના ધારાસભ્ય મહેશ કસવાળાએ આપેલ હતી

IMG-20230623-WA0052-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *