Gujarat

બોડેલી સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અત્ર તત્ર સર્વત્ર જળજળાકાર સર્જાયો

સુખીડેમ પર માત્ર બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકયો!
સુખીડેમ સિવાયના વિસ્તારોમાં એક થી બે ઇંચ વરસાદ
ચાર દિવસથી છોટાઉદેપુર જિલ્લાના આકાશમાં કાળા ડિબાંગ વાદળોની હતી ઘેરાબંધી
વરસાદ ખાબકતાં બાફ ઉકળાટમાં રાહત, વાતાવરણ ઠંડુંગાર!
     છોટાઉદેપુર જિલ્લાના આકાશમાં છેલ્લા ચાર દિવસથી કાળા વરસાદી વાદળો સંતાકૂકડી રમતા હતા.મળસ્કે  વાગ્યાથી ઝરમર ધીમીધારે વરસાદ વરસવા લાગ્યો હતો.બે વાગ્યા થી સવારના છ વાગ્યા સુધીમાં જેતપુરપાવી તાલુકામાં 40 મીમી વરસાદ ખાબકી ગયો હતો.જ્યારે બોડેલી તાલુકામાં 31 મીમી વરસાદ વરસ્યો હતો.વરસાદને લીધે બાફ ઉકળાટની અસરો શમી ગઇ હતી અને વાતાવરણ ઠંડુંગાર થઇ ગયું હતું.
     ચોમાસાના આગમનની છડી પુકારતા વરસાદે કોતરો, નાની નદીઓ છલકાવી દીધી હતી.ચોમાસાની જમાવટ થઇ ગઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.બીપરજોય વાવાઝોડાનો હાઉ ઉભો થયો તેવી અસર છોટાઉદેપુર જિલ્લામાં કયાંય જોવાઇ નહતી.અહીં એ વાવાઝોડાનો અંશ પણ આવ્યો નહતો.ચોમાસાનો આરંભ 22 જૂનથી વિધિવત થઇ જવાનો કુદરતી નિત્ય ક્રમ હોય છે.24 જૂને સામાન્ય અણસાર આપી મેહુલિયો હાથતાળી આપી ગયો હોવાનું પૂર્વપટ્ટીના કિસાનો અનુભૂતિ કરી રહ્યા છે.
     ચાર દિવસથી મોસમમાં બદલાવ જોવા મળ્યો છે.હવાની વધેલી ગતિ સાથે આકાશ વાદળછાયું જોવા મળતાં ૠતુ બદલવાનો અસર વાતાવરણમાં જણાયો છે.કાળા વાદળો આકાશમાં ઘૂમી રહ્યા હતા.ચાર દિવસથી આકાશમાં ફરતા પાણી ભરેલા વાદળો અચાનક મળસ્કે 2 વાગ્યે સામાન્ય વરસવાનું શરૂ કરી મળસ્કે 4 કલાક એવી જમાવટ કરી હતી કે જાણે વરસાદની હેલી જામી જશે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.જોકે વાદળો ફરી એક વખત ફૂકાતી હવા સાથે જતાં રહ્યાં અને સવારે ઉઘાડ પણ નીકળી ગયો હતો.વરસાદ હાથતાળી આપી ગયો.પણ આટલી અસરોએ પૂર્વપટ્ટીમાં નોંધપાત્ર ફેરફારો આણ્યા છે.
બોક્સ 1
ડુંગરભીત ગામે નદી છલકાતા છલીયા ઉપરથી પાણી વહેતા થયા!
ઘોળીસામેલ થી ભીખાપુરા જવાનો માર્ગ છલીયા પર પાણી ધસમસતા બંધ થયો
છોટાઉદેપુર તાલુકાના ડુંગરભીત ગામે ભારે વરસાદ થતાં અહીંની નદીમાં નવા પાણી આવ્યા હતા.અત્રેથી નીકળતા છલીયા પર પાણી ફરી વળતા પુર જેવી આપત્તીજનક પરિસ્થિતિનું તત્કાલીન સમયે નિર્માણ થયું હતું.છલીયા પરથી આક્રમક જળ પ્રવાહ વહેવા લાગતા ધોળીસામેલથી ભીખાપુરા જવાનો તમામ વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો.જોકે મોડેથી પાણી ઉતરતાં રસ્તો ફરી ધમધમતો થઈ ગયો હતો.
બોક્સ 2
ક્યાં કેટલા મીમી. પડ્યો વરસાદ?
છોટાઉદેપુર  10
જેતપુરપાવી 45
સંખેડા           7
નસવાડી.        4
બોડેલી         31
કવાંટ.            2
બોક્સ 3
સુખી ડેમ પર બે કલાકમાં 4 ઇંચ વરસાદ!
જેતપુરપાવીના નાનીબેજ પાસે ધોધમાર વરસાદ થતાં છલીયા પર પાણી ફરી વળ્યાં!
જેતપુરપાવી તાલુકામાં ડુંગરવાટ વિસ્તારમાં પણ મેહુલિયો ત્રાટક્યો હતો.સુખીડેમ તરફના વિસ્તારમાં વરસાદની ખાસી અસર રહી હતી.સુખી ડેમ સાઇટ પર આવેલા રેઇન ગેજ સ્ટેશન પર સવારે 8 વાગ્યે 91 મીમી વરસાદ નોંધાયો હતો.અત્રે નોંધનીય છે કે સવારે 6 વાગ્યે વરસાદ શરૂ થયો હતો.જેથી માત્ર બે કલાકમાં જ 91 મીમી વરસાદ ખાબકી જતા નદી, નાળા, છલીયા છલકાઇ ગયા હતા.નાનીબેજ ગામે જળબંબાકાર સર્જાયો હતો.એક નાળા પાસે પાણી લબાલબ ભરાતાં જે.સી.બી.વડે પાણી નીકળવાનો માર્ગ કરવાની સ્થિતિ નિર્માણ પામી હતી.

છલીયા પર પાણી ફરી વળતા વાહતુકો, રાહદારીઓ સલવાયા હતા!

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230624-WA0082.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *