Gujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનથી ૬ લોકોને મળ્યું નવજીવન

અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨ દિવસમાં સતત બે અંગદાન થયા છે. જેના કારણે ૬ જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ શરૂ થયાના અઢી વર્ષમાં ૨૦૦થી વધુ કિડનીનું અને ૧૦૦થી વધુ લીવરનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૧૬થી વધુ લોકોના અંગદાનથી ૩૫૦થી વધુ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.અમદાવાદના ધોળકામાં રહેતા દિપકભાઈ રાણાને માથાના ભાગમાં ગંભીર ઈજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. દિપકભાઇ રાણાની ૨૪ કલાક સારવાર ચાલ્યા બાદ બ્રેઇનડેડ થતાં તેમના પરિવારે અંગદાનનો ર્નિણય કર્યો હતો. હોસ્પિટલના તબીબો દ્વારા દિપકભાઇને બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ અંગદાનની સંમતિ આપી. રીટ્રાઇવલના અંતે દીપકભાઇના શરીરમાંથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતું. પરિવારે દિપકભાઈના અંગોનું દાન કરી ત્રણ જરૂરિયાતમંદોને જીવનમાં દીપક પ્રકાશિત કર્યો છે.બીજા અંગદાનની વાત કરીએ તો ખેડાના ૫૨ વર્ષના રણછોડભાઇ સોલંકીને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઈજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવારના અંતે ડોક્ટરોએ રણછોડભાઈ સોલંકીને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. રણછોડભાઈ બ્રેઇનડેડ જાહેર થતાં પરિવાર દ્વારા રણછોડભાઇના બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું હતું. રણછોડભાઈના અંગદાનથી ત્રણ વ્યક્તિઓેને નવજીવન મળ્યું છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જાેષીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદની સિવિલ હોસ્પિટલે શરૂ કરેલા અંગદાનના સેવાયજ્ઞને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ દ્વારા અઢી વર્ષ પહેલા જ્યારે અંગદાનની શરૂઆત કરાઈ હતી ત્યારે પરિવારજનોનું કાઉન્સેલીંગ કરીને અંગદાન માટેની સમંતિ મેળવવા માટે ઘણા પ્રયાસો કરવા પડતા હતા. પરંતુ આજે લોકો સ્વૈચ્છિક અંગદાન કરવા આગળ વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સ્ટાફના અથાગ પ્રયત્નો થકી અત્યાર સુધીમાં અંગદાનથી ૩૫૦થી વધુ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *