Gujarat

વડોદરામાં ITનાં સર્ચ ઓપરેશન દરમિયાન ૨૦થી વધુ લોકર મળી આવ્યા

અમદાવાદ
આવકવેરા વિભાગે દ્વારા વડોદરામાં બે મોટા કેમિકલ ઉદ્યોગો પર દરોડા પાડ્યા હતા. વડોદરાના જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રુપ અને નંદેસરીમાં પ્લાન્ટ ધરાવતા શિવ પ્રકાશ ગોયલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગોયલ ગ્રુપ ઉપરાંત પ્રકાશ કેમિકલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ૨૦થી વધુ લોકર મળી આવ્યા હતા. જેમાંથી જમીનોના દસ્તાવેજાે, મોટી માત્રામાં સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. સોનાની કિંમત નક્કી કરવા સોનીઓની મદદ લેવાઈ હતી. બંને કેમિકલ કંપનીઓના દેશ વિદેશના વેપાર અને આયાત નિકાસ અંગે પણ તપાસ કરાઈ રહી છે.આવકવેરા વિભાગ દ્વારા બેનામી આવક અને કરચોરીને લઈને વડોદરા સહિતના શહેરોમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં વડોદરાના કેટલાક વેપારીઓ આવકવેરા વિભાગની રડારમાં હતા. ત્યારે આવકવેરા વિભાગ દ્વારા વડોદરાના બે કેમિકલ ઉધોગો પર તવાઈ બોલાવવામાં આવી હતી. આ ઉધોગોમાં સર્ચ ઓપરેશન દરમિયાન ૨૦થી વધુ લોકર મળી આવ્યા હતા. જેમાંથી જમીનોના દસ્તાવેજાે, મોટી માત્રામાં સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા.વડોદરાના બે કેમિકલ ઉધોગો પર આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત્‌ છે. વડોદરા ઉપરાંત દિલ્હી, ગાંધીધામ, ભરૂચમાં ૩૦ જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રકાશ કેમિકલ અને ગોયલ ગ્રુપના નિવાસ્થાનો, ઓફિસો અને અન્ય સંબંધિત સ્થળો પર ગુરુવારે વહેલી સવારથી સર્ચ ચાલી રહ્યું છે. મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ હોવાથી આ પ્રક્રિયામાં સમય લાગશે તેથી કરચોરીની અને બેનામી દસ્તાવેજાેની વિગત મેળવવામાં વિલંબ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *