ટંકારા : લોકડાઉનનો કડક અમલ કરાવવા મહિલા પીએસઆઈનું સાયકલ પેટ્રોલિંગ, જુઓ વિડીયો ન્યુઝ…
મોરબી જીલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવવા માટે પોલીસ કમરકસી રહી છે.બિન જરૂરી બહાર ન નીકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ટંકારાના મહિલા પી.એસ.આઈ.એ લોકડાઉનની કડક અમલવારી માટે અનોખો પ્રયાસ કર્યો હતો
પ્રધાનમંત્રી મોદી દ્વારા લોકડાઉનની જાહેરાત કર્યા બાદ પોલીસ લોકડાઉનની કડક અમલવારી કરાવી રહી છે અને બિન જરૂરી બહાર નીકળતા કે ટોળે વળતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે ટંકારા પોલીસ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો
જેમાં ટંકારા મહિલા પી.એસ.આઈ એલ.બી.બગડા સિવિલ ડ્રેસમાં સાયકલ પર સવાર થયા હતા અને ટંકારા પંથકમાં પેટ્રોલિંગ કર્યું હતું અને બિન જરૂરી શેરી-ગલીમાં બહાર નીકળતા લોકોના ફોટા પાડીને કાર્યવાહી કરી તો પોલીસના આ પ્રયાસથી ટંકારા પંથકમાં લોકડાઉનની કડક અમલવારી થઇ હતી
અહેવાલ….આશિફ ખોરમ મોરબી