મણિપુર
મણિપુરમાં છેલ્લા મહિનાથી ચાલી રહેલી હિંસા હજુ અટકવાનું નામ લઈ રહી નથી. ત્યારે આ હિંસા પર કાબૂ મેળવવા માટે સેના અને સરકાર દ્વારા ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. તેમજ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સરકારે સેનાને મોરચા પર મૂકી દીધી છે. દરમિયાન, શનિવારે એક મોટો ઘટનાક્રમ જાેવા મળ્યો હતો. જેમાં, ભીડને કારણે સુરક્ષા દળોને કાંગેલી યાવોલ કન્ના લુપ (દ્ભરૂદ્ભન્) ના ૧૨ ઉગ્રવાદીઓને છોડવાની ફરજ પડી હતી. સુરક્ષા દળોએ એક ગામમાં કંગેલી યાવોલ કન્ના લુપના ૧૨ ઉગ્રવાદીઓને ઘેરી લીધા જ્યારે મહિલાઓની આગેવાની હેઠળ લગભગ ૧૫૦૦ લોકોની ભીડ આગળ આવી હતી અને પ્રદર્શન કરવા લાગી હતી. ભીડ એટલી હતી કે તેને પહોચી વળવું મુશ્કેલ હતુ. ત્યારે ભીડને જાેઈને સુરક્ષા દળોએ સખત મહેનત પછી પકડાયેલા ૧૨ આતંકવાદીઓને છોડવા પડ્યા હતી. ૧૨ આતંકવાદીઓમાં મોઇરાંગથેમ તાંબા ઉર્ફે ઉત્તમ પણ સામેલ હતો. તાંબા ૨૦૧૫ના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો જેમાં સુરક્ષા દળોના ૧૮ જવાનો શહીદ થયા હતા. ઈમ્ફાલમાં ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું કે સુરક્ષા દળોના જવાનોએ ભીડને વિખેરવા માટે વારંવાર અપીલ કરી હતી પરંતુ લોકો પાછળ હટ્યા ન હતા. અંતે, ઉગ્રવાદીઓને છોડવાની ફરજ પડી હતી. જાે કે, સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કર્યા છે. આ પહેલીવાર નથી જ્યારે મહિલાઓ ઉગ્રવાદીઓને બચાવવા આગળ આવી હોય, આ પહેલા પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ૨૨ જૂનના રોજ, મહિલા પ્રદર્શનકારીઓની આગેવાની હેઠળના ટોળાએ ઝ્રમ્ૈં ટીમનો રસ્તો રોક્યો હતો. સીબીઆઈની ટીમ જે મણિપુર પોલીસ ટ્રેનિંગ કોલેજમાં હથિયારોની લૂંટની તપાસ માટે દાખલ થવા જઈ રહી હતી. માત્ર એક દિવસ પછી, ૨૩ જૂને, સેનાએ એક ટિ્વટમાં કહ્યું કે મહિલાઓની આગેવાની હેઠળના ટોળાએ સુરક્ષા કર્મચારીઓને તે વિસ્તારમાં પ્રવેશતા અટકાવ્યા જ્યાંથી સશસ્ત્ર બદમાશો ઓટોમેટિક ગનથી ફાયરિંગ કરી રહ્યા હતા. મણિપુર ૩ મેથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે ૩ મેના રોજ અનુસૂચિત જનજાતિ (જી્)નો દરજ્જાે આપવાના વિરોધમાં કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે પ્રથમ અથડામણ થઈ હતી. થોડી જ વારમાં અથડામણ હિંસામાં ફેરવાઈ ગઈ અને રાજ્યભરમાં ફેલાઈ ગઈ. સેંકડો ઘરો બળી ગયા. અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. હજારો લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે, જ્યારે સેંકડો પરિવારો વિસ્થાપિત થયા છે.
