નવીદિલ્હી
આસામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરનો કહેર જાેવા મળી રહ્યો છે. પાણી એટલી હદે ભરાયા છે કે જેનાથી જનજીવન ખુબ પ્રભાવિત થયુ છે. ત્યારે પૂરની આ ભયંકર સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા સાથે વાત કરી છે અને તેમને રાજ્યમાં પૂરની સ્થિતિનો સામનો કરવા માટે તમામ શક્ય કેન્દ્રીય મદદની ખાતરી આપી છે. આસામમાં પૂરની સ્થિતિને લઈને સંભવ એટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમિત શાહે રાજ્ય માટે શક્ય તેટલી મદદની ખાતરી આપી છે. ગૃહમંત્રી અમિત શાહે એમ પણ કહ્યું કે મોદી સરકાર આ મુશ્કેલ સમયમાં હંમેશા આસામના લોકોની સાથે મજબૂતીથી ઉભી રહી છે. ત્યારે આ મુશ્કેલી સમયમાં પણ કેન્દ્ર સરકાર તેમની સાથે જે લોકોના બચાવ માટે અને જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓ માટે સરકાર મદદ કરશે. ગૃહમંત્રીએ કહ્યું, “ભારે વરસાદને કારણે આસામના કેટલાક ભાગોમાં લોકો પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને મેં મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. એનડીઆરએફની ટીમો પહેલાથી જ જમીન પર રાહત અને બચાવ કામગીરી હાથ ધરી રહી છે અને જરુરીયાત મુજબ ટીમો તૈયાર કરવામાં આવી છે.” આસામમાં પૂરની સ્થિતિ રવિવારે ભયંકર રહી હતી, જેમાં નવ જિલ્લાઓમાં ૪ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હોવાના મીડિયા રિપોર્ટ મુજબ અહેવાલ મળી રહ્યા છે, જાેકે પાણીનું સ્તર ઘટવાનું શરૂ થયું છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (છજીડ્ઢસ્છ)ના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ ભાગોમાં આ વર્ષના પૂરના પ્રથમ મોજામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. છજીડ્ઢસ્છ રિપોર્ટ અનુસાર બક્સા, બરપેટા, દરરંગ, ધુબરી, ગોલપારા, કામરૂપ, લખીમપુર, નલબારી અને ઉદલગુરી જિલ્લામાં ૪,૮૮,૭૦૦ થી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. તમને જણાવી દઈએ કે આસામમાં પૂરથી અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ લોકો પ્રભાવિત થયા છે. એક સત્તાવાર અહેવાલ મુજબ હાલમાં ૧૬ જિલ્લાઓમાં ૪.૮૮ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. તે જ સમયે, પૂરના કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. આસામમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર બાજલી સબ-ડિવિઝન છે, જ્યાં ૨.૬૭ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
