ગોધરા
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં પંચમહાલના ગોધરામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. ગોધરા અને ખેડાના માતરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ રાજકોટના લોધિકામાં ૩.૫ ઈંચ વરસાદ વરસ્યો છે તો વડોદરાના દેસરામાં ૩ ઈંચ વરસાદ પડ્યો છે.આણંદમાં ૨.૫ ઈંચ, પેટલાદમાં ૨.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ઉમરેઠમાં ૨ ઈંચ વરસાદ પડ્યો છે તો બીજી તરફ સાવલી, ઉમરગામ, ઠાસરા, મહેમદાબાદ, તારાપુરમાં ૨-૨ ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભાવનગરના મહુવામાં ૧.૫, ઘોઘંબામાં ૧.૫ ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ ઘાનપુર, ગળતેશ્વર, વડોદરા, વસો, વીજાપુર, દાહોદમાં ૧-૧ ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૪ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે.
