Gujarat

અમરેલી,રાજકોટ,બોટાદ જીલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમા અવાર નવાર શરીર સબંધી ગુન્હાઓ આયરતી સંગઠીત ટોળી વિરૂધ્ધ ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (GCT.O.) એક્ટ ૨૦૧૫ અધિનિયમ અંતર્ગત છ આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી ચાર આરોપીઓને અટક કરતી અમરેલી પોલીસ

અમરેલી,રાજકોટ,બોટાદ જીલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમા અવાર નવાર શરીર સબંધી ગુન્હાઓ આયરતી સંગઠીત ટોળી વિરૂધ્ધ ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (GCT.O.) એક્ટ ૨૦૧૫ અધિનિયમ અંતર્ગત છ આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી ચાર આરોપીઓને અટક કરતી અમરેલી પોલીસ

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ ની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્સ. શ્રી.એ.એમ.પટેલ દ્વારા અમરેલી, અમરેલી,બોટાદ,રાજકોટ જિલ્લામાં વિશેષ ગેંગ બનાવી પોતાનું નેટવર્ક ઉભું કરીને ગેરકાયદેસરની મંડળીઓ રચી, ખુનની કોશીશ,સામાન્ય પ્રજાને ધાક ધમકી આપી, મારામારી કરી, કોન્ટ્રાક્ટ પડાવી લેવાના તથા ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનાઓ આચરતી સંગઠીત ટોળકી વિરૂધ્ધ જરૂરી રેકર્ડ અને પુરાવાઓ એકત્રિત કરી, ભાવનગર રેન્જ વડા શ્રી ગૌતમ પરમાર ની મંજુરી મેળવી, શ્રી.સરકાર તરફે ફરિયાદ આપી બાબરા પો.સ્ટે. ગુ.ર.ન ૧૧-૧૯૩-૦૦૮-૨૩-૦૩૨૨ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ (G,C,T.OC) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા(ર) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબનો ગુન્હો તા.૨૨/૦૬/૨૦૨૩ ના ક.૨૩/૦૦ વાગ્યે રજી કરવામાં આવેલ છે.
ગુન્હાની ટૂંક હકિકત

સંગઠીત ગુના આચરતી ટોળકી ” organised crime syndicate ” ના સાગરીતો એકબીજા સાથે મળી સંગઠીત થઇ ગુના કરનાર ટોળકી બનાવી, અમરેલી અને બોટાદ જિલ્લામાં પોતાનું નેટવર્ક ઉભુ કરી, આ ટોળકી દેશના આર્થિક અને ઔધોગીક વિકાસમાં સંલગ્ન રીન્યુએબલ એનર્જી જેવા મહત્વના પ્રોજેકટોના અમલીકરણમાં ગુનાહિત બળ વાપરી, ધાક ધમકી આપી અવરોધ ઉત્પન્ન કરે છે. તેમજ આ ટોળકીએ એકસંપ કરી, ગેરકાયદેસરની મંડળીઓ રચી, સામાન્ય પ્રજાને ધાક ધમકી આપી, મારામારી કરી, કોન્ટ્રાક પડાવી લેવાના તથા ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનાઓ આચરેલ હોવાનુ જણાયેલ છે. જેથી ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ (ઉ.C.T.D.C) એકટ-૨૦૧૫ની કલમ-૨ ની પેટા કલમ-૧ ના કલોઝ-સી),(એફ) માં વર્ણીત વ્યાખ્યા મુજબ સંગઠીત ગુના કરતી ટોળકી છે. ઉપરોકત આરોપીઓ એક બીજા સાથે સંકળાયેલા રહી સંગઠીત ગુનાઓ આચરવા માટે ગુનાહિત કાવત્રુ રચી ગુનાઓ કરતા હોય તેઓ તમામ આરોપીઓ તથા આ સંગઠીત ગુના કરતી ટોળકી સાથે મળી કાવત્રુ કરનાર, સંગઠીત ગુના કરતી ટોળકીને દQરણ કરનાર, તમામ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ (G,CT.0.) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા(ર) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબ ગુનો કર્યા બાબત.

અમરેલી જીલ્લામા ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠીત ગુના નિયંત્રણ કાયદો ૨૦૧૫

મુજબ સંગઠીત ગુન્હા કરતી ટોળકીના નીચે મુજબના સભ્યો વિરૂધ્ધ ગુન્હો રજી. થયેલ છે.

આરોપીઓ

(૧) શીવકુભાઇ બહાદુરભાઇ ઉર્ફે નાનભાઇ ગોવાળીયા ઉવ ૪૦ ધંધો,ખેતી રહે.રાયપર રોજમાળ રોડ અવેડાની બાજુમા તા. ગઢડા જી.બોટાદ હાલ – બોટાદ શહેર પાળીયાદ રોડ આનંદધામ રેશીડેન્સી તા.જી. બોટાદ (૨) રાજકભાઇ ઉર્ફે રજભાઇ બહાદુરભાઇ ઉર્ફે નાનભાઇ ગોવાળીયા ઉવ.૩૪ ધંધો,ખેતી રહે.રાયપર રોજમાળ રોડ

અવેડાની બાજુમા તા. ગઢડા જી.બોટાદ હાલ – બોટાદ શહેર પાંચપડા શીવાજીનગર પાળીયાદ રોડ તા.જી. બોટાદ

(૩) હરેશભાઇ દડુભાઇ ગીડા ઉ.વ ૪૦ ધંધો ખેતી રહે, રાયપર બાપાસીતારામના ઓટા સામે તા. ગઢડા જી. બોટાદ

હાલ – રહે. બોટાદ શહેર આનંદધામ રેશીડેન્સ પાળીયાદ રોડ તા જી. બોટાદ (૪) મંગળુભાઇ બહાદુરભાઇ ઉર્ફે નાનભાઇ ગોવાળીયા ઉવ. ૪ર ધંધો,ખેતી રહે.રાયપર રોજમાળ રોડ અવેડાની બાજુમા તા. ગઢડા જી.બોટાદ હાલ – બોટાદ શહેર બ્રાહ્મણ સોસાયટી પાળીયાદ રોડ તા.જી. બોટાદ (૫) સતવીરભાઇ ધીરુભાઇ ગીડા રહે.જસદણ તા.જસદણ જી.રાજકોટ (પકડવાના બાકી)

(૬) પ્રતાપભાઇ ધીરુભાઇ ગીડા રહે.જસદણ તા.જસદણ જી.રાજકોટ (પકડવાના બાકી)

આરોપીઓ વિરૂધ્ધ રજૂ થયેલ ગુન્હાઓની વિગત

(૧) ગઢડા પો.સ્ટે. જિ.બોટાદ,ગુ.ર.નં-૧૧૧૯૦૦૦૪૨૨૦૯૧૯/૨૦૨૨ IPCક.૧૪૩,૩૪૧, ૪૪૭, ૪૨૭,૫૦૪,૫૦૭, ૫૦૬(૨) તથા ઇન્ડીયન ઇલેક્ટ્રીસીટી એકટ ક.૧૩૯, ૧૪૦ મુજબ

(૨) ગઢડા પો.સ્ટે. જિ.બોટાદ, ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૪૨૨ ૧૭૪૧/૨૦૨૨ IPC ૬.૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩,૪૨૭,

૫૦૪,૫૦૬(૨),૩૪૧,૩૫૨ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ.

(૩) બાબરા પો.સ્ટે.જિ.અમરેલી એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૦૮ ૨૨૦૫૮૮૪૨૦૨૨IPC ૪.૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી), ૩૪ તથા GP ACT ક.૧૩૫ તથા આર્મ્સ એકટની કલમ ૨૫૧-બી)એ, ૨૫(૧)એ મુજબ

(૪) બાબરા પો.સ્ટે. જિ.અમરેલી એ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૨૯૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૦૭,૩૨૫,૩૨૪,૩૨૩,૩૪૧,૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯,૧૨૦(બી) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ,

૫) બોટાદ પો.સ્ટે. (જિ.બોટાદ) ફ.૧૧૩/૨૦૧૭, ઇપીકો ક.૩૨૫,૩૨૪,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ ક.૧૩૫

મુજબ.

(૬) બોટાદ પો.સ્ટે. (જિ.બોટાદ) કુ.૧૧૩/૨૦૧૭, ઇપીકો ક.૩૨૫, ૩૨૪,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ ક.૧૩૫.મુજબ.

સદરહું ગુન્હાની તપાસ અમરેલી નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારીને સોંપવામાં આવેલ છે તેમના સહાયક તપાસનીશ અધિકારી તરીકે શ્રી જે.જે.ચૌધરી પો.ઇન્સ, તથા શ્રી આર.ડી.ચૌધરી પો.ઇન્સ. બાબરા પો.સ્ટે. તથા શ્રી પી.બી.લકડ પો.સબ.ઇન્સ. એલ.સી.બી. શાખા અમરેલી તથા શ્રી બી.પી.પરમાર પો.સબ.ઇન્સ. દામનગર પો.સ્ટે. ની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવેલ છે.ઉપરોક્ત પૈકીના આરોપી નં ૦૧ થી ૦૪ અટક – તા. ૨૬/૦૬/૨૦૨૩ ના રોજ ક.૧૬૦૦ વાગ્યે અટક કરવામાં આવેલ છે. આરોપી નં ૦૫ તથા ૦૬ પકડવાના બાકી છે. મુખ્ય તપાસનીશ અધિકારી શ્રી જે.પી.ભંડારી ના.પો.અધિ.અમરેલી દ્વારા ઉપરોક્ત ચારેય આરોપીઓનો અમરેલી જીલ્લા જેલ માંથી કબજો મેળવી, ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે અને ગુન્હાની તપાસ માટે જરૂરી મુદ્દાઓ અંગે માહિતી મેળવવા આરોપીઓને નામ કોર્ટમાં રજુ કરી, રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરેલ છે.

IMG-20230626-WA0103-2.jpg IMG-20230626-WA0104-1.jpg IMG-20230626-WA0108-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *