રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી
રાઘવજીભાઈ પટેલે હાઉસિંગ કોલોની દ્વારા નિર્મિત સાધના કોલોની વિસ્તારમાં ધરાશાયી થયેલ ત્રણ માળની બિલ્ડીંગના
અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી.
કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, મેં અકસ્માત સ્થળની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો
તાગ મેળવ્યો છે. સ્થાનિકોની જે માંગણી છે, તેની ઉચ્ચ સ્તરે મુખ્યમંત્રીશ્રી આગળ રજૂઆત કરવામાં આવશે. તેમજ આવી
ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે હું જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો આપું છું.
મુલાકાત સમય દરમિયાન, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર
શ્રી બી. એન. જાની, શહેર મામલતદાર શ્રી વી. આર. માકડિયા, તેમજ અન્ય અગ્રણીશ્રીઓ અને અધિકારીગણ હાજર રહ્યા
હતા.
