ગીરગઢડાના ઝુંડવડલી ગામમાંથી પસાર થતી મુખ્ય પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર ફીટ કરાયેલા બ્લોક
માંથી પાણી બહારના ભાગે નિકળતુ જોવા મળેલ હતું. આ ભંગાણ થયેલ સ્થળ પર ચાલુ વરસાદના ભરાતા ગંદા પાણી અંદર પ્રવેશતુ
હોય જેથી આ પાણી ગામમાં આવેલ પાણીના ટાંકામાં જાય અને પાણી ભેળસેળ થાઇ તો આ પાણી દુષિત થઇ શકે છે. અને આ
પાણી લોકો પીવે તો ગ્રામજનોના આરોગ્ય પર જોખમી સાબીત થાઇ તો એ વાતને નકારી શકાય નહી. આથી આ બાબતે ગ્રામ
પંચાયત દ્રારા ગંભીરતા સમજી તાત્કાલીક લાઇન રીપેરીંગ કરવામાં તેવી ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે. ….


