ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદના આગમન બાદ શનિવારે મોડી રાત્રીના વરસાદ ધીમીધારે શરૂ થયેલ હતો. અને
બીજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા બાદ ગત રાત્રીથી ઉના ગીરગઢડા પંથકમાં વરસાદ ઝરમર ઝરમર વરસતા ૧ થી દોઢ વરસાદ
નોધાયો હતો. જ્યારે અનેક ગ્રામ્ય વિસ્તારમાં માત્ર વરસાદી માહોલ વચ્ચે ઝાપટા વરસ્યા હતા. અને વરસાદના પગલે રસ્તા પર
પાણી ફળી વળ્યા હતા. આ વરસાદથી સમગ્ર પંથક ઠંડુગાર વાતાવરણ થયેલ હતું. ઉનામાં રાત્રીથી દિવસ દરમ્યાન ૨૮ એમ એમ
જ્યારે ગીરગઢડામાં પણ ગત રાત્રીથી આખા દિવસ સુધીમાં ૩૬ એમ એમ નોધાયો હતો. જ્યારે ઊના ગીરગઢડા તાલુકાના અનેક
ગામોમાં ઝરમર ઝરમર તો ક્યાંક ઝાંપટુ આવી ચાલ્યુ જતુ હોય આમ ઉના પંથકમાં રાત્રીના તેમજ દિવસ આખો વરસાદી માહોલ
વચ્ચે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા રસ્તાઓ પણ સુમસામ જોવા મળેલ હતા.


