ઊના – નાળીયા માંડવીમાં નવા ગામતળમાં ૭૪ પ્લોટ મંજુર થયા બાદ આ પ્લોટો માંથી મોટાભાગના પ્લોટોની બેઠા ખોળે હરરાજી
થઇ ગયેલ હોય તેમજ આ નવા ગામતળની સરકારી જમીનમાં ૭૪ કરતા વધુ પ્લોટોનું વેચાણ કરી કોંભાડ થયેલ હોય તેમજ સરકારી
રેકર્ડ સાથે ચેડા થયેલ હોવાના દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તંત્રની પણ ચાર આંખ થઇ ગયેલ કેમ કે વર્ષો પહેલા થયેલ
આ સરકારી જમીન વહેચી મારવાનું કોંભાડ અત્યાર સુધી કેમ કોઇ અધિકારીના ધ્યાને આવેલ નથી. અને ધ્યાને આવેલ તો અત્યાર
સુધી તપાસ કેમ કોઇ અધિકારી દ્રારા કરવામાં આવેલ નહી તેવા અનેક વણઉકેલ પ્રશ્નોના જવાબ તંત્ર પાસે પણ નથી. પણ જે હોઇ
તે અંતે અખબારી અહેવાલ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો અને ઉનાળામાં તપાસ સમીતીએ સ્થળ પર તપાસ કરવા માંગેલ
પોલીસ પ્રોટેક્શન ચોમાસે મળતા અંતે તપાસ સમીતીની ટીમ આજે પોલીસ પ્રોટેક્શન સાથે નાળીયા માંડવી સ્થળ પર તપાસ કરવા
વરસતા વરસાદે પહોચી ગયેલ અને તપાસ સમીતીના સભ્યો પાસેથી તપાસથી વિગત માંગવા મીડીયા કર્મી દ્રારા ફોન કરવામાં આવેલ
પણ કોઇએ ફોન રીસીવ કરેલ નહી જગજાહેર તપાસ કરતા અધિકારીએ મીડીયા કર્મી પાસે આ બોગસ જમીન કોંભાડની વાત છુપાવી
રહ્યા છે. તેથી પણ અનેક સવાલો ઉભા થયા પામેલ છે..વધુમાં જાણવા મળત વિગત ના.માંડવીમાં સરકારી જમીનમાં ગામતળના
નામે પ્લોટ વહેચવાના કોંભાડના વર્ષો જુના કોથળા ખોલતા તપાસ સમીતીને પણ ચોકાવનારી વિગતો બહાર આવતા ચોકી ગયાનું
સુત્રો માંથી જાણવા મળી રહ્યુ છે. પણ તેની સામે અત્યાર સુધી પગલા પણ ભરાયા નથી. તે પણ વાસ્તવિકતા છે બીજુ આ બોગસ
પ્લોટીંગ કોંભાડમાં સનદો ખોટી આપવામાં આવી છે. તેમજ સરકારી રેકર્ડ સાથે પણ ચેડા કરવામાં આવ્યા છે. તથા રેકર્ડ પણ ગુમ
થયેલ હોય ત્યારે આ બોગસ પ્લોટોના વેચાણના કોભાડમાં એકને એક પ્લોટની સનદો કાઢવામાં આવેલ હોય ત્યારે ક્યા પ્લોટ ધારકની
સનદ સાચી અને ક્યા પ્લોટ ધારકની સનદ ખોટી તે માટે ૮૦ થી વધુ પ્લોટ ધાકરો તેમના દસ્તાવેજી કાગળો તપાસ અર્થે ગ્રામ
પંચાયત કચેરીએ આપી ગયેલ અને ગ્રામ પંચાયત દ્રારા આ તમામ દસ્તાવેજી કાગળો તપાસ સમીતીને સોપવા હવે તમામ લોકોના
નિવેદન લેવા આજરોજ તપાસ સમીતીની ૧૫ થી વધુ લોકોની ટીમ વરસતા વરસાદે લોકોના નિવેદન લેવા પહોચી ગયેલ તે સીવાય
ઘણા પ્લોટ ધાકરોએ દસ્તાવેજી કાગળો આવેલ નથી. તેવા લોકોના દસ્તાવેજી પુરાવા માટે તેમજ સ્થળ નિરીક્ષણ કરવા આજે તપાસ
સમીતીના અધ્યક્ષ સહીતનો સ્ટાફ પહોચી ગયેલ ત્યારે હવે સ્થળ પરની તપાસ પૂર્ણ થયા બાદ રીપોર્ટ થશે કે હજુ પણ ૩૦ દિવસના
૬૦ દિવસ થશે તેવો સવાલ પણ ઉઠવા પામેલ છે. તેમજ ગામતળનો નકશો મળતો ન હતો. પણ છેવટે આ નવા ગામતળનો નકશો
મળી ગયાની વાત બહાર આવેલ ત્યારે નવા ગામતળનો નકશો સાચો કે ખોટો તે પણ તપાસ સમીતી એ તપાસ કરવી ઘટે તેમજ ડી
આઇ એલ આર કચેરી દ્રારા નવા ગામતળની માપણી કરવાની હોય તે ક્યારે કરવામાં આવશે તે જોવાનું રહ્યુ…
બોક્ષ્- બોગસ પ્લોટીંગ કોંભાડમાં જવાબદાર કોણ ??
ના.માંડવીમાં સરકારી જમીન પર બોગસ પ્લોટ તંત્ર કરી પ્લોટો વહેચવાનું કોંભાડ જગજાહેર છે ત્યારે આ કોંભાડમાં જવાબદાર કોણ
? બીજી સગીરવયના લોકોને પ્લોટની ફાળવણી કરી તો તેમાં પણ જવાબદાર કોણ ના.માંડવીમાં કોમપ્લેક્ષ ગે.કા. ખડકી દેવામાં
આવેલ આવા કોમ્પ્લેક્ષના બાંધકામ સમયે તંત્રએ શા માટે પગલા ન ભર્યા તે પણ એક સવાલ છે…
બોક્ષ્ – ઉનાળે પોલીસ પ્રોટેક્શન માંગ્યુ હતુ અને ચોમાસે મળ્યુ…
ના.માંડવી બોગસ પ્લોટીંગ કોંભાડમાં તપાસ સમીતીએ સ્થળ પર તપાસ કરવા મે.માસ એટલે કે ઉનાળામાં પોલીસ પ્રોટેક્શનની
માંગણી કરી હતી જે ચોમાસામાં મળતા આજે સ્થળ પર તપાસ સમીતી તપાસ કરવા પહોચી હતી..


