Gujarat

આદિવાસી બાળકોને આપણે સડેલું શિક્ષણ આપીને અન્યાય કરીએ છીએ ઃ ૈંછજી ધવલ પટેલ

છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૈંછજી ધવલ પટેલે શિક્ષણની કથળતી હાત જાેઈ હતી.તેમને કહ્યુ હતુ કે આદિવાસી બાળકોને આપણે સડેલું શિક્ષણ આપીને અન્યાય કરી રહ્યા છીએ. આદિવાસીઓ સાથે છળ કરવું એ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે. સરકારની શિક્ષણ નીતિ પર એક ૈંછજી અધિકારીએ જ સવાલ ઉઠાવી દીધા છે.શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં ગયેલા ૈંછજી ધવલ પટેલ શિક્ષણની કથળતી હાલત જાેઇને દુઃખી થઇ ગયા હતા. શાળા પ્રવેશોત્સવમાં ધવલ પટેલે જે શાળાઓની મુલાકાત લીધી તે દયનીય હાલતમાં જાેવા મળી હતી. આવી ૬ ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલી તેમને તંત્રની પોલ ખોલી નાખી છે.ૈંછજી ધવલ પટેલે પત્રમાં લખ્યું કે આપણે આદિવાસી બાળકોને સડેલું શિક્ષણ આપીને અન્યાય કરી રહ્યા છીએ. આદિવાસીઓ સાથે છળ કરવું એ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે. આદિવાસી બાળકો મજૂરી જ કરે રાખે તે આપણે સુનિશ્ચિત કરીએ છીએ. બાળકો અને તેમના માતા-પિતા આપણા પર આંધળો વિશ્વાસ મૂકે છે જે આપણે તોડી રહ્યા છીએ.આ સાથે તેમને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે પૂરતી ભૌતિક સગવડો, શિક્ષકો હોવા છતાં શિક્ષણનું સ્તર કેમ સુધરતુ નથી તે કોયડો છે. આ સાથે તેમને પોતાના અનુભવોનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેમને જણાવ્યું કે વિદ્યાર્થીઓ નકશામાં ગુજરાત કે હિમાલય ક્યાં આવ્યું તે પણ જણાવી ન શક્યા. વિદ્યાર્થીઓ બાદબાકી પણ ગણી શકતા ન હતા. તેમને શિક્ષણના સ્તરને અત્યંત નિમ્નકોટિનું જણાવ્યું છે.મહત્વપૂર્ણ છે કે આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સ્થિતિને લઇને અગાઉ પણ અનેકવાર સવાલો ઉઠ્‌યા છે. પરંતુ આ વખતે એક ૈંછજી અધિકારીએ સવાલ ઉઠાવી તંત્રની પોલ ખોલી છે. ત્યારે આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં શાળાની સ્થિતિમાં કોઇ સુધારો થાય છે કે નહીં તે જાેવું રહે છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *