Gujarat

ઇમ્પેક્ટ – ઊનાના પાતાપર શાળાની બાજુમાંથી ઇલેવન લાઇન દૂર કરાય…

અખબારમાં પ્રસિધ્ધ થતાં પીજીવીસીએલ તંત્ર સફાળુ જાગ્યુ…

 

ઊના તાલુકાના પાતાપર ગામની પ્રાથમિક શાળાની બાજુમાંથી પસાર થતી ઇલેવન વિજ લાઈનને દૂર કરવા અવાર નવાર રજુઆત કરવામાં આવેલ હોય આ બાબતે તા. 8 ઓક્ટો.ના અખબારી અહેવાલ પ્રસિધ થયેલ ત્યાર બાદ પીજીવીસીએલતંત્ર સફાળું જાગ્યું હતું અને આ જોખમી ઇલેવન વિજ લાઈનને દૂર કરવામાં આવેલ છે.

પાતાપર ગામની પ્રાથમિક શાળાની બાજુમાંથી વિજ ઇલેવન લાઇન પસાર થતી હોવાના કારણે શાળાના વિદ્યાર્થીઓ અને આજુબાજું રહેતા લોકોમાં ભય રહેતો હતો અને આ બાબતે ગામના સરપંચ, ઉપસરપંચ, શિક્ષક તેમજ ગામના આગેવાનો અને આજુબાજુમાં રહેતા અનેક લોકો છેલ્લા 2018 થી pgvcl ને રજૂઆતો કરતા હતા. પરંતુ આ ઇલેવન લાઇન દૂર કરવામાં આવતી ન હતી.  જોકે પ્રાથમિક શાળાની બાજુમાંથી ઇલેવન લાઇન દુર કરવામાં આવતા પાતાપર ગામના લોકો અને છાત્રોમાં ખુશીની જોવા મળેલ..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *