Gujarat

કમો હવે કીર્તિદાન ગઢવી સાથે દુબઇના લોકડાયરામાં હાજરી આપશે

અમદાવાદ
જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ કમાને વિદેશ સફર કરાવી છે. મનોદિવ્યાંગ કમા ભાઈને લઈને લોકગાયક કીર્તિદાન ગઢવી દુબઈ સફરે રવાના થયા છે. દુબઇમાં આજે રાત્રે કીર્તિદાન ગઢવીનો લોકડાયરો છે. ત્યારે તેમાં ખાસ ગેસ્ટમાં મનો દિવ્યાંગ કમાભાઈ હાજર રહેશે. દુબઈના અગ્રણી અને જવેલર્સ એવા અનિલ પેથાણી દ્વારા કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ છે. દુબઈના અનિલ પેથાણીને ત્યાં ગુપ્ત નવરાત્રી અનુષ્ઠાન નવ દિવસ યજ્ઞની પૂર્ણાહુતીએ લોકડાયરાનું આયોજન કરાયુ છે. ત્યારે અનિલ પેથાણીની ઈચ્છા હતી કીર્તિદાન સાથે મનોદિવ્યાંગ કમાભાઈ પણ દુબઈ આવે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી રવિવારે મોડી રાત્રે ફ્લાઇટમાં દુબઈ ઉડાન ભરી હતી. સુરેન્દ્રનગરના નાના એવા કોઠારીયા ગામના દિવ્યાંગ કમાભાઈની હવે દરિયા પાર સફરે છે. ગુજરાતમાં કીર્તિદાન ગઢવીમાં કોઈ પણ ડાયરામાં કમાની હાજરી જાેવા મળતી જ હોય છે. પણ પહેલી વાર કમો કીર્તિદાન ગઢવી સાથે વિદેશમાં ડાયરામાં પણ જાેવા મળશે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *