Uttar Pradesh

પતિએ ટ્રિપલ તલાક આપ્યા બાદ ત્રણ દિયરોઓએ હલાલાના નામે ભાભી સાથે ગેંગરેપ કર્યો

બરેલી
ઉત્તર પ્રદેશના બરેલીમાં ટ્રિપલ તલાકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેને ટ્રિપલ તલાક આપ્યા, પછી તેના ત્રણ દિયરોઓએ હલાલાના નામે તેની સાથે ગેંગરેપ કર્યો. મહિલાનો આરોપ છે કે જ્યારે તે આ અંગે ફરિયાદ કરવા સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી તો ત્યાંના અધિકારીઓએ સાંભળ્યું નહોતું. અંતે તે થાકીને જીજીઁ ઓફિસ પહોંચી અને પોતાનો રિપોર્ટ ફાઈલ કરવા વિનંતી કરી હતી.સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના બરેલીના રોયલ એરિયા પોલીસ સ્ટેશનનો છે. મહિલાનો આરોપ છે કે ૨ મેના રોજ તેના પતિએ તેને ટ્રિપલ તલાક આપ્યા હતા. ત્યારપછી તેની ત્રણ દેવરો તેના રૂમમાં આવીને તેને આખો દિવસ હવસનો શિકાર બનાવતા રહ્યા. આ સાથે તેને એવી ધમકી પણ આપવામાં આવી હતી કે જાે તું આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશે તો તારે જીવ ગુમાવવો પડશે. મહિલાનું કહેવું છે કે કોઈક રીતે તેણે હિંમત ભેગી કરી અને પોલીસ સ્ટેશન પહોંચી. તેણે પોલીસ સ્ટેશનના અધિકારીઓની સામે સમગ્ર ઘટના જણાવી. પરંતુ, પોલીસ અધિકારીઓ અવગણના કરી રહ્યા હતા અને આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. દોઢ મહિના સુધી તે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવતી રહી. પરંતુ, આ મામલામાં હ્લૈંઇ પણ નોંધાઈ ન હતી. ત્યારપછી તે જીજીઁ ઓફિસ પહોંચી અને પોતાનો રિપોર્ટ નોંધાવવા વિનંતી કરી હતી. તે જ સમયે, બરેલીના એસએસપી પ્રભાકર ચૌધરીએ મામલાની તપાસ કર્યા પછી એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.પીડિતાનું કહેવું છે કે હવે તેને ફોન પર સતત ધમકીઓ મળી રહી છે. આવી સ્થિતિમાં તેનો જીવ જાેખમમાં છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તે જ સમયે, આ સમગ્ર મામલે બરેલીના એસએસપી પ્રભાકર ચૌધરીએ કહ્યું કે મહિલા ફરિયાદ પત્ર લઈને આવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *