મુંબઈ
વૈશ્વિક બુલિયન માર્કેટમાં ચમકને કારણે ભારતીય બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં જાેરદાર ઉછાળો જાેવા મળી રહ્યો છે. સવારે ૧૦.૩૦ વાગે સ્ઝ્રઠ પર સોનાની કિંમત ૧૨૮ રૂપિયા મોંઘી થઈ ગઈ છે. વાયદા બજારમાં ૧૦ ગ્રામની કિંમત રૂ.૫૮૪૩૫ના ભાવે ટ્રેડ થઈ રહી છે. સ્ઝ્રઠ પર ચાંદીની કિંમત પણ લગભગ રૂ.૭૭૭મોંઘી થઈ ગઈ છે. એક કિલોની કિંમત રૂપિયા ૬૮૮૬૦માં વેચાઈ રહી છે. બુલિયન માર્કેટના નિષ્ણાંતો અનુસાર આગામી સમયમાં સોનાની કિંમત વર્તમાન સ્તરથી ૩-૪ ટકા ઘટી શકે છે અને તે પછીના સમયગાળામાં તે વધુ નબળી રહી શકે છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જાેરદાર ઉછાળો જાેવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાની કિંમત ઔંસ દીઠ ઇં૧૯૩૬ પર ટ્રેડ થઈ રહી છે. ચાંદી પણ લગભગ ૨ ટકાની મજબૂતાઈ સાથે ઇં૨૩ની નજીક ટ્રેડ કરી રહી છે. કોમેક્સ પર કિંમત ઔંસ દીઠ ઇં૨૨.૭૭ પર ટ્રેડ થઈ રહી છે. આ કારણે ગયા સપ્તાહે સોનામાં ૨% અને ચાંદીમાં ૭.૫% નો સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો. જેના કારણે સોના અને ચાંદીના ભાવ ૩ મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા હતા.મોતીલાલ ઓસવાલ કોમોડિટીના અમિત સજેજાના જણાવ્યા અનુસાર, સોનું રૂ. ૫૮૩૦૦ના ભાવે ખરીદો. સ્ટોક પર ૫૮૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ માટે રૂ.૫૮૦૫૦નો સ્ટોપલોસ રાખો. તેમણે રૂ. ૬૭૯૦૦ના સ્ટોપલોસ સાથે એમસીએક્સ સિલ્વર પર બાય ઓપિનિયન પણ આપ્યું છે. આ સાથે ૭૦૦૦૦ રૂપિયાનો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે.સોનું ખરીદવાનો આ સારો સમય છે કારણ કે ડાઉનસાઈડ મર્યાદિત છે અને લાંબા ગાળાનું વિઝન હજુ પણ તેજીનું છે કારણ કે દરોમાં ભારે વધારો ૨૦૨૩ના અંત સુધીમાં અર્થતંત્રને મંદી તરફ લઈ જશે તેવી અપેક્ષા છે. તેથી સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જાેવા મળી શકે છે. વાસ્તવમાં, અર્થવ્યવસ્થાના નબળા પડવાના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળે છે અને સોનાની માંગ વધે છે જેના કારણે ભાવમાં ફેરફાર જાેવા છે.
