ઊના – નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ ભારતીય રિઝર્વ બેંક અમદાવાદ દ્વારા નાણાકીય સાક્ષરતા પર અખિલ ભારતીય
ક્વિઝ-૨૦૨૩ અંતર્ગત તા.૨૭ ના યોજાયેલ જીલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં ગીરગઢડાના ફુલકા ગામની સરકારી માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શાળા અભ્યાસ કરતા (RMSA) વિદ્યાર્થીઓ નિર્મલાબેન ભાવસિંહભાઈ પરમાર તેમજ ચિરાગ નારણભાઇ
બારૈયા જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા શિલ્ડ તથા રૂ. ૧૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવેલ. આ સિધ્ધી બદલ ફુલકા શાળા પરિવાર
દ્રારા શુભેચ્છા પાઠવેલ હતી. તેમજ આ ક્વિઝ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડતા શાળાના શિક્ષક હાર્દિકભાઈ જી. વાળાને પણ
બિરદાવેલ. આગામી તા. ૭ જુલાઇ-૨૦૨૩ ના રોજ યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધામાં શાળાનું તથા ગીર સોમનાથ જિલ્લાનું
પ્રતિનિધિત્વ કરશે.
