Gujarat

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશભાઈ કાલાવડિયા નો આજે જન્મદિન

ચક્રવાત મીડિયા ગ્રુપ નાં પ્રણેતા અને ભારતનાં સૌથી મોટા પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.)- ન્યુ દિલ્હી નાં સંસ્થાપક એવમ રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશભાઈ કાલાવડિયા નો
 28, જૂન એટલે કે આજરોજ જન્મદિન છે. પોતાના વિદ્યાર્થીકાળ થી જ જાહેર જીવનમાં સક્રિય રહેલા જિજ્ઞેશભાઈ બહુ આયામી વ્યક્તિત્વ ધરાવે છે અને એકસાથે અનેક ક્ષેત્રોમાં ખેડાણ કરી રહ્યા છે. ગુજરાત યુવા પરિષદ, ભગતસિંહ ક્રાંતિ દળ જેવા તેમના દ્વારા સ્થાપિત સંગઠનો રાષ્ટ્ર સેવા માટે કટિબદ્ધ અને સમર્પિત યુવાનો ની ફોજ તૈયાર કરવામાં પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે. ભારતમાં શહિદ ભગતસિંહ ની ક્રાંતિકારી અને માનવીય વિચારધારા ને સ્થાપિત કરવા માટે તેઓ સતત કાર્યરત રહ્યા છે. શહિદ ભગતસિંહ ને ભારત રત્ન એવોર્ડ એનાયત થાય તે હેતુથી એક લાખ લોકોની સહી એકત્ર કરવા માટે તેઓ તેમની યુવા ટીમ સાથે સોમનાથ થી દિલ્હી સુધીની રન ફોર ભગતસિંહ સાઇકલ યાત્રા કરી ચૂક્યા છે. સમગ્ર દેશનાં પત્રકારો ને તેમના વ્યવસાયિક અધિકારો પ્રાપ્ત થાય અને પત્રકાર સુરક્ષા કાનૂન દેશની સંસદ માં પસાર થાય તે હેતુથી હાલમાં તેઓ સતત દેશભરમાં પત્રકાર સંમેલનો કરી રહ્યા છે. હાલ 22 થી વધુ રાજ્યોમાં 25000 થી વધુ પત્રકારો તેમનાં દ્વારા સ્થાપિત સંગઠન ABPSS માં જોડાઈ ચૂક્યા છે. છત્તિસગઢ માં તાજેતર માં પસાર કરવામાં આવેલ “પત્રકાર સુરક્ષા કાનૂન” નાં અમલીકરણ માં તેમની મુખ્ય ભૂમિકા જોવા મળી હતી. દેશ વિદેશ માં પોતાની બહુમુખી પ્રતિભા નાં જોરે લોકપ્રિય બનેલા જિજ્ઞેશભાઈ
( mo 9825020064 )પર આજે તેમના જન્મદિન નિમિત્તે ચોમેર થી અભિનંદન વર્ષા થઈ રહી છે.
*ભાવેશ મુલાણી, ભરૂચ.*

IMG-20230627-WA0116.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *