Delhi

દેશને કુલ ૨૩ વંદે ભારત ટ્રેનોની ભેટ મળી, ટ્રેન દેશના ૬ રાજ્યોને જાેડશે

નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈજિપ્તના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. ત્યારે પીએમ મોદીએ મંગળવારે ભોપાલના રાણી કમલાપતિ સ્ટેશનથી પાંચ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારે આ સાથે જ દેશને કુલ ૨૩ વંદે ભારત ટ્રેનોની ભેટ મળી ચૂકી છે. આજથી શરૂ થયેલી વંદે ભારત ટ્રેન દેશના ૬ રાજ્યોને જાેડશે. આ સાથે પ્રથમ વખત વંદે ભારત ટ્રેન બિહાર, ઝારખંડ અને ગોવામાં દોડશે. વડા પ્રધાને નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે લાલ કિલ્લા પરથી આગામી ૧ વર્ષમાં દેશમાં ૭૫ વંદે ભારત ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી. ત્યારે તે બાદ દેશના અનેક રાજ્યોમાં હવે ધીમે ધીમે વંદે ભારત ટ્રેનની શરુઆત કરવામાં આવી રહી છે. ત્યારે આજે પ્રધાનમંત્રીએ લીલી ઝંડી બતાવેલી પાંચ ટ્રેનોમાં રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ, ખજુરાહો-ભોપાલ-ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ, મડગાંવ (ગોવા)-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ, ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને હટિયા-પટના વંદે ભારત એક્સપ્રેસને દોડાવામાં આવી છે. ભોપાલ-ઈન્દોર ભોપાલ-જબલપુર ગોવા-મુંબઈ હટિયા-પટણા બેંગ્લોર-હુબલી.. ભોપાલ-ઈન્દોર વચ્ચે શરુ થયેલી વંદે ભારત એક્સપ્રેસ મધ્યપ્રદેશના બે મહત્વના શહેરો વચ્ચે સુવિધા પૂરી પાડશે. ત્યારે આ વંદે ભારત વંદે ભારતને કારણે આ વિસ્તારોમાં સાંસ્કૃતિક, પર્યટન અને ધાર્મિક સ્થળોની કનેક્ટિવિટી સુધરશે. જ્યારે ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ જબલપુરને ભોપાલથી જાેડશે. આનાથી પ્રવાસન સ્થળોને પણ ફાયદો થશે. જ્યારે, રાંચી-પટના વંદે ભારત એક્સપ્રેસ ઝારખંડ અને બિહાર માટે પ્રથમ વંદે ભારત હશે. પટના અને રાંચી વચ્ચે કનેક્ટિવિટી વધારનારી આ ટ્રેન પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે વરદાન સાબિત થશે. ધારવાડ-બેંગલુરુ વંદે ભારત કર્ણાટક-ધારવાડ અને હુબલીના મહત્વના શહેરોને રાજ્યની રાજધાની બેંગલુરુ સાથે જાેડશે. જેના કારણે આ વિસ્તારના પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ વગેરેને ઘણો ફાયદો થશે. ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ગોવાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ હશે. તે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ગોવાના મડગાંવ સ્ટેશન વચ્ચે દોડશે અને તેનાથી ગોવા અને મહારાષ્ટ્ર બંનેના પ્રવાસનને વેગ મળશે. એક સાથે પાંચ વંદે ભારતની ભારતને ભેટ… આ પ્રથમ વખત છે જ્યારે એક જ દિવસમાં પાંચ વંદે ભારત ટ્રેનોનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હોય. એક સાથે પીએમએ ૫ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેનો સાથે, તમામ રેલ-ઇલેક્ટ્રીફાઇડ રાજ્યોમાં વંદે ભારતની ઓછામાં ઓછી એક છે.’ જ્યારે બાકીનું ભારત વંદે ભારત ટ્રેન દ્વારા જાેડાયેલ છે, ત્યારે ઉત્તર પૂર્વ ભારતમાં આસામ સિવાય, જ્યાં વંદે ભારતની જાેડી છે, હજુ સુધી આ ટ્રેનો મળવાની બાકી છે.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *