Delhi

BCCI દ્વારા ODI વર્લ્ડ કપ ૨૦૨૩ની જાહેરાત, ૫ ઓક્ટોબર થી ૧૯ નવેમ્બર વર્લ્ડ કપ રમવા માટે ઉત્સુક છે વિરાટ કોહલી

નવીદિલ્હી
મ્ઝ્રઝ્રૈં દ્વારા ર્ંડ્ઢૈં વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ અને અનુભવી શ્રીલંકાના સ્પિનર ??મુથૈયા મુરલીધરને આજે બપોરે ૧૨ વાગ્યે ર્ંડ્ઢૈં વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ર્ંડ્ઢૈં વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ અને અનુભવી શ્રીલંકાના સ્પિનર ??મુથૈયા મુરલીધરને ર્ંડ્ઢૈં વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ દરમિયાન મ્ઝ્રઝ્રૈં સેક્રેટરી જય શાહ, ૈંઝ્રઝ્રના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસ પણ હાજર હતા. આ સાથે જ આજથી ૧૦૦ દિવસનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે સમગ્ર ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ ભારતની ધરતી પર રમાશે. ભારત પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ૮ ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપના કાર્યક્રમમાં અડચણ ઊભી કરી હતી. પીસીબી ભારત સામેની અમદાવાદની મેચને અન્ય સ્થળે શિફ્ટ કરવાની માંગ કરી રહી હતી. આ સાથે તે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન, બેંગલુરુ અને ચેન્નાઈ સામેની પોતાની મેચોના સ્થળ બદલવાની પણ વાત કરી રહ્યો હતો. પીસીબીની સંમતિ બાદ બીસીસીઆઈએ પણ શેડ્યૂલ જાહેર કરી દીધું છે.હવે બરાબર ૧૦૦ દિવસ બાદ ૫ ઓક્ટોબરે ક્રિકેટનો મહાકુંભ શરૂ થશે. ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને છેલ્લી વખતની રનર્સ અપ ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ૮ ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૫ થી ૧૯ ઓક્ટોબરમાં અમદાવાદમાં મેચ રમાઈ શકે. આ તરફ હજુ વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરાઈ છે અને ભારતીય ટીમના સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલીએ વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત દરમિયાન નિવેદન આપીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કિંગ કોહલીએ કહ્યું છે કે તે મુંબઈમાં વર્લ્ડ કપ રમવા માટે ઉત્સુક છે. મુંબઈમાં રમવું તેના માટે શાનદાર અનુભવ હશે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *