Jammu and Kashmir

હિમવર્ષામાં અનંતનાગમાં બેનાં મોત સાથે મૃત્યુઆંક પાંચ થયો

જમ્મુ-કાશ્મીર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે ચંડીગઢમાં તાપમાન સરેરાશ કરતાં ઘટીને ૧૯.૩ ડિગ્રી સે. નોંધાયું હતું. હરિયાણાના અંબાલામાં પણ મહત્તમ તાપમાન ૨૩.૯ ડિગ્રી સે. નોંધાયું હતું. પંચકુલામાં મહત્તમ તાપમાન ઘટીને ૨૦.૯ ડિગ્રી જ્યારે પંજાબના અમૃતસરમાં ૨૨.૭ ડિગ્રી, લુધિયાણામાં ૧૯.૯ ડિગ્રી સે. નોંધાયું હતું. રાજસ્થાનમાં પણ કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. દરમિયાન ઉત્તરાખંડમાં બાઘેશ્વર જિલ્લામાં સુદેરધુંગા ટ્રેક પર છમાંથી પાંચ ટ્રેકર્સના મૃતદેહ મળતાં રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ મૃત્યુઆંક ૭૭ થયો હતો. જાેકે, આ વિસ્તારમાં અન્ય લાપતા ટ્રેકર્સની શોધ હજુ ચાલુ છે. ચુનિ ગામમાં કફની ગ્લેસિયરમાં ૧૯ લોકો ફસાયા હતા અને પિંડારી ગ્લેસિયરમાં ૩૩ લોકો ફસાયા હતા તેમને બચાવી લેવાયા છે અને સલામત સ્થળે ખસેડાયા હતા.જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં હિમવર્ષામાં ફસાવાના કારણે બે લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે બે લોકોને બચાવાયા હતા. જાેકે, આ મોત સાથે કેન્દ્રશાસિત પ્રદેશમાં કુદરતી આપત્તિના કારણે રવિવારે મૃત્યુઆંક વધીને પાંચ થયો છે. બીજીબાજુ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં ભારે વરસાદ પડતાં તાપમાન ઘટયું હતું. દરમિયાન ઉત્તરાખંડમાં બાઘેશ્વર જિલ્લામાં સુદેરધુંગા પર છમાંથી પાંચ ટ્રેકર્સનાં મૃતદેહ મળતાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ મૃત્યુઆંક ૭૭ થયો છે. દક્ષિણ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે સિન્થાન પાસ ખાતે શનિવારે રાતે કેટલાક લોકો ફસાઈ ગયા હતા તેમને બચાવી લેવાયા છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. સ્ટેટ ડઝિાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની બચાવ ટીમ હિમાચ્છાદિત અને વાદળછાયા પર્વતીય વિસ્તારોમાં ૩૦ કિ.મી.નો પ્રવાસ ખેડીને સિન્થાન પાસ પહોંચ્યા હતા અને બે લોકોને બચાવ્યા હતા જ્યારે બે મૃતદેહો મળી આવ્યા હતા. કાશ્મીર ખીણના અનેક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ કાશ્મીરમાં પર્વતીય વિસ્તારમાં શનિવારે ભારે હિમવર્ષા થઈ હતી. દરમિયાન નવી દિલ્હી, હરિયાણા અને પંજાબમાં મધ્યમથી ભારે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૧.૫ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી સે. નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૭ ટકા હતું તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હીમાં સોમવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન ૩૧ ડિગ્રીથી ૧૮ ડિગ્રી વચ્ચે નોંધાઈ શકે છે.

kashmir-Snowfall-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *