અમદાવાદ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદે ૩૦ નવી સ્કોલરશિપની જાહેરાત કરી છે. આ સ્કોલરશિપ ૈંૈંસ્ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ૈંૈંસ્છ એન્ડોમેન્ટ ફંડ દ્વારા આપવામાં આવશે. શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૫માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ માટે આ ફાયદાકારક રહેશે. પીજીપી બેચને સ્કોલરશીપ આપવામાં આવશે. ૈંૈંસ્ અમદાવાદ દેશની ટોચની મેનેજમેન્ટ કોલેજાેમાં સામેલ છે. અહીં દેશ-વિદેશની મોટી કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવે છે અને વિદ્યાર્થીઓને કરોડોના પેકેજ પર હાયર કરે છે.સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલી નોટીસ મુજબ પ્રથમ વર્ષ અને બીજા વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓને ૧૦ લાખ રૂપિયાની કુલ ૧૦ સ્કોલરશિપ અને ૫ લાખ રૂપિયાની વીસ સ્કોલરશિપ આપવામાં આવશે.આ સ્કોલરશિપ ઉપરાંત સંસ્થા પાસે શૈક્ષણિક અને સર્વાંગી શ્રેષ્ઠતા અને વિશિષ્ટ વિદ્યાશાખાઓના પ્રદર્શન માટે અન્ય પુરસ્કાર છે, જે સંસ્થા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વ્યક્તિઓ અથવા સંસ્થાઓ વતી પુરસ્કારો આપવામાં આવે છે.સંસ્થાએ તાજેતરમાં બે વર્ષના ફુલ ટાઈમ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (ઁય્ઁ)ના ૬૦મા વર્ગ અને ફૂડ એન્ડ એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ (ઁય્ઁ હ્લછમ્સ્)માં બે વર્ષના પૂર્ણ સમયના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામની ૨૪મી બેચનું કેમ્પસમાં સ્વાગત કર્યું હતું. કુલ મળીને, ૨૦૨૩-૨૦૨૫માં કુલ ૪૫૫ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેઓ સમગ્ર દેશમાં વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવે છે.


