આઉટસોર્સ એજન્સી મારફતે કમીશન પેટે રાખેલ ઓપરેટરોને નિયમીત રીતે બદલવા અંગેની કાર્યવાહી માટે જનસેવા કેન્દ્રમાં કામગીરી બજાવતા ડેટાએન્ટ્રી ઓપરેટરોને એજન્સી દ્વારા અન્ય તાલુકામાં બદલીઓ કરવામાં આવેલ છે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલ તમામ તાલુકાની મામલતદાર કચેરીઓ છોટાઉદેપુર, નસવાડી, કવાંટ, જેતપુર પાવી, બોડેલી, સંખેડા માં જનસેવા કેન્દ્રોમાં ડેટાએન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. ઓપરેટરની બદલી કરતાં ઓપરેટરો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું ,તેઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી જે તે જગ્યાએ ઓપરેટરોનો ઓર્ડર ના થાય ત્યાં સુધી જનસેવા કેન્દ્ર બંધ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર