સુન્ની મુસ્લિમોની ધાર્મિક સંસ્થા દાવતે ઈસ્લામીએ પ્રિયદેશ ભારતમાંથી વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે દેશભરમાં તેના હજારો સ્વયંસેવકો દ્વારા લાખો વૃક્ષો વાવવાનો નિર્ણય લીધો છે. الحمد للہ આ સંદર્ભે ભારતીય પરિષદના સભ્ય જનાબ હાજી યુસુફ અત્તારીએ માહિતી આપી હતી કે બગડતા હવામાન અને બદલાતા વાતાવરણને જોતા સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. એવા કપરા સંજોગોમાં સુન્ની મુસ્લિમોની ધાર્મિક સંસ્થા દાવતે ઇસ્લામી તેના લોકસેવા કલ્યાણ વિભાગ GNRF હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહી છે. આ ચળવળ હેઠળ સમગ્ર ભારતભરમાં લાખો છોડ વાવવામાં આવ્યા છે. તદઉપરાંત આ અભિયાનને વધું સફળ બનાવવા માટે 1 જુલાઈથી 10 જુલાઈ સુધી સમગ્ર ભારતમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવનાર છે, આ ઝુંબેશને સફળ બનાવવા માટે 1 થી 10 સુધીનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત દરેક જિલ્લામાં મોટા પાયે જાહેર સભા યોજીને લોકોને વૃક્ષારોપણના મહત્વ વિશે જાગૃત કરવા માટે હોર્ડિંગ અને જાહેરાતો દ્વારા શહેરમાં લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ સાથે આની માહિતી પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા એક વૃક્ષ વાવણીના મહત્વ અને આવશ્યકતા વિશે શક્ય તેટલા વધુ લોકોને માહિતગાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. GNRF કાઉન્સિલરે એમ પણ કહ્યું કે દાવતે ઈસ્લામી ઈન્ડિયા દ્વારા સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ આ અભિયાનને એક ઈવેન્ટ (તહેવાર) તરીકે ઉજવી રહી છે, જેમાં વૃક્ષારોપણ અને સ્થાનિક સત્તાવાળાઓ અને લોકોમાં જાગૃતિ લાવવાનો સમાવેશ થાય છે. દેશવાસીઓને અનુરોધ કરવામાં આવે છે કે ચાલો આપણે સૌ વૃક્ષો વાવીએ અને હવામાંથી પ્રદૂષણ દૂર કરીએ, સમગ્ર માનવતા પર મહેરબાન એવા ઇસ્લામના અંતિમ પૈગમ્બરે ફરમાવ્યુ છે કે “જે કોઈ જુલમ (અત્યાચાર) અને ક્રૂરતા વિના વૃક્ષ વાવે છે, જ્યાં સુધી તેમાંથી અલ્લાહની મખલૂકમાંથી કોઈ પણ એક પણ લાભ લેશે એ વૃક્ષ વાવનાર ને સવાબ (પુણ્ય) મળતું રહેશે.”
પ્રકાશન અને પ્રસાર કમીટી, દાવતે ઇસ્લામી ઇન્ડિયા (મુંબઈ)..
મકસુદ કારીગર,કઠલાલ