વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણી તાત્કાલિક સ્થળ મુલાકાતે જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ થી ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે સમગ્ર વિસ્તાર માં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. જિલ્લાની ઓઝત,ઉબેણ,મધુવંતી, કારવો સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નાંદરખી ગામ નજીક આવેલ ઓવરબ્રિજમાં વરસાદી પાણીનો નિકાસ ન હોવાને કારણે પાણી વરસાદી પાણી ભરાયા હતા. હાઇવે ઓથોરિટીની બેદરકારીને કારણે નાંદરખી ગામના ખેતરોમાં પાણી પાણી જ જોવા મળ્યા હતા. અને પ્લોટ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.તો વધુમાં ધંધુસર નજીકથી પસાર થતી ઉબેણ નદીનું પુલ ભરપૂર આવકને કારણે ધરાશા ઈ થયું હતું. જે બાબતની જાણ થતા 85 માણાવદર મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તાત્કાલિક નાંદરખી અને ધંધુસરની મુલાકાતે પહોંચ્યા હતા. નાંદરખી ગ્રામજનો અને ખેડૂતોની સાથે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ મુલાકાત કરી હાઇવે ઓથોરિટીની બેદરકારીને કારણે સર્જાયેલ પરિસ્થિતિનો તાગ મેળવી તાત્કાલિક ધોરણે યોગ્ય કરી કાયમી નિકાલ માટે સરકાર પાસે માંગ કરી હતી
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી