Gujarat

રોજકુવા પ્રાથમિક શાળા ખાતે લોકશાહી પ્રણાલીમાં ચૂંટણીની પ્રક્રિયા અંગેની સમજૂતી માટે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું.          

સર્વ શિક્ષા અભિયાન દ્વારા રાજ્યમાં પ્રારંભિક શિક્ષણને ગુણવત્તા યુક્ત અને બાળમૈત્રી પૂર્ણ બનાવવા માટેના નકર પ્રયાસો થઈ રહ્યા છે.આ બાળ મૈત્રીપૂર્ણ શાળાઓ બાળક કેન્દ્રી હોવી જરૂરી છે. શાળાના વ્યવસ્થાપન વિકાસ સુધારણા અને નિર્ણય પ્રક્રિયામાં બાળકોની સહભાગીતા હોવી અત્યંત જરૂરી છે. આપણો ભારત દેશ લોકશાહી પ્રણાલી ધરાવતો દેશ છે ભારતના બંધારણમાં દેશના તમામ નાગરિકોના મૂળભૂત અધિકારો, હકો અને ફરજો નો સમાવેશ કરવામાં આવેલ છે. આ બંધારણીય હકોનું રક્ષણ કરવું અને ફરજોનું પાલન કરવું એક આદર્શ નાગરિકની પ્રાથમિક ફરજ છે. પ્રાથમિક શિક્ષણનું મૂળભૂત જે બાળકના સર્વાંગી વિકાસ દ્વારા ઉત્તમ નાગરિકનું ઘડતર કરવું તે પહેલી ભૂમિકા છે. શાળાના બાળકો બાળ સંસદની રચના દ્વારા શાળાનો હેતુ સિદ્ધ થાય છે બાળ સંસદની રચના લોકશાહીની પ્રક્રિયા કરવામાં આવે છે. બાળ સંસદ આપણી લોકશાહી શાસન પદ્ધતિની નાની પ્રતિકૃતિ રૂપે છે બાળકો પોતાના અભ્યાસકાળ દરમિયાન જ લોકશાહીની પ્રક્રિયા સમજે લોકશાહીના મૂલ્યોને સમજે અને આત્મસાત કરે, બાળકોમાં નેતૃત્વના તમામ ગુણોનો સાહજિક વિકાસ અને સમસ્યાનું સર્જન થાય ત્યારે નિર્ણય લેવાની શક્તિ ખીલે અને પોતાની જાતે નિર્ણય લઈને સમસ્યાનું નિરાકરણ લાવે. બાળકની વર્તણૂકમાં બદલાવ દ્વારા બાળકની આવડત,કુશળતા અને શક્તિઓને બહાર લાવવા માટે બાળ સંસદની પ્રક્રિયામાંથી પસાર કરવાનું હેતુને પાર પાડવા માટે શાળા ખાતે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું.

            બાળ સંસદના માટે લોકશાહી પ્રણાલી પ્રમાણે જ પ્રક્રિયા કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયાનું જાહેરનામું 19/ 6 /2023 બહાર પાડવામાં આવ્યો હતું. ઉમેદવારે ફોર્મ ભરવાની તારીખ 23/ 6 /23 આવી હતી. ફોર્મ પરત લેવાની તારીખ 24 /6/ 2023 નક્કી કરવામાં આવી, ફોર્મ ચકાસણી તારીખ 26/ 6/ 2023 રાખવામાં આવી હતી અને ચૂંટણીની તારીખ 27/ 6/ 2023 રાખવામાં આવી હતી.ચૂંટણી પ્રક્રિયા પ્રમાણે મહામંત્રીના પદ માટે 10 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયા બાળકો માટે ખૂબ જ રસપ્રદ બની હતી. ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવેલ.
             બાળ સંસદની ચૂંટણી પ્રક્રિયામાં મુખ્ય ચૂંટણી અધિકારી, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર, ચૂંટણી એજન્ટ , મતદાન એજન્ટ, સુરક્ષા કર્મચારીની અગાઉથી નિમણૂક કરી દેવામાં આવી હતી. તારીખ 27/ 6/ 2023ના 9:30 કલાકે મતદાનની પ્રક્રિયા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ધોરણ ત્રણ થી આઠના બાળકો દ્વારા અનેરા ઉત્સાહ અને આનંદથી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો મતદાન માટે ટેબલેટમાં ઉમેદવારનું નામ,ફોટો,ચિન્હ રાખવામાં આવ્યું ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન પૂર્ણ થતા થોડીવારમાં મતદાન ગણતરી શરૂ કરવામાં આવી હતી ટેકનોલોજી નો ઉપયોગ કરીને મતદાન કરવાથી ખૂબ જ ઓછા સમયમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં શ્રુતિબેનને -17 વોટ સપનાબેનને 23વોટ, ,મેહુલભાઈને -01 વોટ ,જયકુમારને05 વોટ ,જાગૃતીબેનને -04 વોટ જૈમીનકુમારને 03 વોટ ,વર્ષાબેનને -27 વોટ ,સાગરભાઇને 04, સચીન ભાઈને-07 વોટ અને અપ્પુ ભાઈને 17 વોટ મળ્યા હતા. આમ બાળ સંસદની ચૂંટણી પ્રક્રિયામાં પરિણામને અંતે સૌથી વધુ મત રાઠવા વર્ષાબેન ગણપતભાઈ ને મળતા બાળ સંસદના મહામંત્રી તરીકે તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપમંતરી તરીકે રાઠવા સપનાબેન રાજુભાઈને જાહેર કરવામાં આવ્યા હતા. બાળકોએ તાળીઓના ધડઘડાટથી મહામંત્રી અને મંત્રીને વધાવી લેવામાં આવ્યા હતા બાળકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. ત્યારબાદ બાળ સંસદનું વ્યવસ્થિત સંચાલન થાય તે હેતુથી વિવિધ પ્રકારની બાર સમિતિઓ નક્કી કરીને મંત્રી ઉપ મંત્રીની નિમણૂક કરવામાં આવી હતી.
     (1)મધ્યાન ભોજન સમિતિ- મંત્રી -જાગૃતીબેન નાનજીભાઈ રાઠવા,ઉપ મંત્રી દિવ્યેશભાઈ પ્રવીણભાઈ રાઠવા, (2)સફાઈ સમિતિ -મંત્રી- રેણુકાબેન નાનજીભાઈ રાઠવા,ઉપ મંત્રી ચિરાગભાઈ દિનેશભાઈ રાઠવા, (3)પ્રાર્થના સમિતિ -મંત્રી- ગાયત્રીબેન તુલસીભાઈ રાઠવા,ઉપ મંત્રી સચિન ભાઈ મુકેશભાઈ રાઠવા , (4)શૌચાલય સમિતિ (1)શ્રુતિ બેન હરસિંગભાઈ રાઠવા, ઉપ મંત્રી ગૌતમભાઈ કમલેશભાઈ રાઠવા (5)શૌચાલય સમિતિ – મંત્રી- ઉર્વશીબેન સંજયભાઈ રાઠવા, ઉપ મંત્રી સંગ્રામભાઈ અમિન ભાઇ રાઠવા,(6)બાગાયત સમિતિ- નાયકા પારુલબેન રાજુભાઈ,ઉપ મંત્રી -સાગરભાઇ મુકેશભાઈ રાઠવા,(7) શણગાર સમિતિ- મંત્રી રાજશ્રીબેન કરણભાઈ રાઠવા, ઉપ મંત્રી- જય કુમાર રમેશભાઈ રાઠવા, (8)રમત -ગમત સમિતિ – મંત્રી- નિમિષાબેન અર્જુનભાઈ રાઠવા, ઉપમંત્રી – ગૌતમભાઈ કમલેશભાઈ રાઠવા, (9)પુસ્તકાલય સમિતિ- હિરલબેન રાકેશભાઈ રાઠવા, ઉપમંત્રી- કેવલભાઈ બાબુભાઈ રાઠવા,( 11)પાણી સમિતિ- મંત્રી- યાસ્મીનાબેન બુધિલાલ રાઠવા, ઉપમંત્રી -ક્રિષ્નાબેન બાબુભાઈ રાઠવા,(12)પ્રવાસ સમિતિ -મંત્રી -ક્રિષ્નાભાઈ રાજુભાઈ રાઠવા,ઉપમંત્રી -ભવદીપભાઈ ભુરાભાઈ રાઠવા સમિતિ પ્રમાણે મંત્રી, ઉપમંત્રીની નિમણૂક કરવામાં આવી હતી. અને સમિતિમાં સભ્યો પણ નક્કી કરી દેવામાં આવ્યા હતા.
               શાળાના શિક્ષક શ્રી જગદીશભાઈ એન મકવાણા તથા શાળા પરિવાર દ્વારા બાળ સંસદના મહામંત્રી અને મંત્રીના કાર્ય વિશે સમજ આપવામાં આવી હતી. સાથે સાથે મંત્રીમંડળની વિવિધ સમિતિઓના મંત્રી અને ઉપ મંત્રીને પોતાની જવાબદારી વિશે સમજ આપવામાં આવી હતી.આગામી સમયમાં શાળાના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં કેવી રીતે જોડવા તે અંગે દરેક સમિતિને જવાબદારી વિશે સમજ આપવામાં આવી હતી. આમ લોકશાહી શાસનપદ્ધતિની ચૂંટણી પ્રક્રિયાના તબક્કામાંથી બાળ સંસદનું આયોજન કરીને અનુભવ પૂરો પાડ્યો હતો. જે બાળકો માટે જાણવા માટે અને ઉત્સાહ પ્રેરિત હતો. બાળકોને ખૂબ જ મજા આવી હતી.અંતે વિવિધ સૂચનો આપીને આજની બાળ સંસદનો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230630-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *