Maharashtra

કિયારા અડવાણીનો ‘રેડ હોટ લુક ફેન્સને ખુ પસંદ આવ્યો

મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી હાલ પોતાની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ને લઈને ઘણી ચર્ચામાં છે. કાર્તિક અને કિયારાની આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ આજે એટલે કે ૨૯મી જૂને થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ‘ભૂલ ભુલૈયા ૨’ પછી કિયારા અને કાર્તિક બીજી વખત મોટા પડદા પર રોમાન્સ કરતા જાેવા મળશે. હવે આ દરમિયાન, કિયારા અડવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ ફોટામાં, કિયારા રેડ કલરના બોડીકોન આઉટફિટમાં તહેલકો મચાવી રહી છે. તસવીરોમાં કિયારા અડવાણી પ્રિન્સેસ કટ બોડીકોન ગાઉનમાં જાેવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. કિયારાએ આ આઉટફિટ સાથે રેડ કલરની હીલ્સ પહેરી છે. તસવીરોમાં કિયારા અડવાણી તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. તસવીરોમાં એક્ટ્રેસ કમાલની લાગી રહી છે. તસવીરમાં કિયારા અડવાણી કમર પર હાથ રાખીને પોઝ આપતી જાેવા મળી રહી છે. ફોટોમાં એક્ટ્રેસના આ એટિટ્યૂડના ફેન્સ પણ વખાણ કરી રહ્યા છે. તસવીરમાં કિયારા અડવાણી પોતાની ક્યૂટ સ્માઈલથી ફેન્સનું દિલ જીતતી જાેવા મળી રહી છે. તસવીરોમાં કિયારાની સુંદરતાની સાથે સાથે ફેન્સ તેની સ્માઈલની પણ પ્રશંસા કરી રહ્યા છે. તસવીરમાં કિયારા અડવાણી તેના વિખરાયેલા વાળથી ફેન્સના હોશ ઉડાવી રહી છે. કિયારાનો આ ગ્લેમરસ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ફોટામાં કિયારા અડવાણીના લુકને જાેઇને લટ્ટુ થઈ ગયો છે. કિયારાના ફોટોઝ પર રિએક્શન આપતા, સિદ્ધાર્થે હાર્ટ અને ફાયર ઇમોજી બનાવ્યું છે. કિયારા અડવાણીના આ ફોટોઝ પર લાખોની સંખ્યામાં લાઇક્સ મળ્યા છે. એક્ટ્રેસના આ ફોટોઝને ૧ લાખ ૮૪ હજારથી વધારે વાર લાઇક કરવામાં આવ્યા છે. કિયારા અડવાણીની ફેન ફોલોઇંગ તગડી છે. ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસને ૩૦ મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *