નવીદિલ્હી
ટીમ ઈન્ડિયાએ આવતા મહિના એટલે કે ૧૨ જુલાઈથી સતત મેચ રમવાની છે. જેની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી થશે. આ પછી આયર્લેન્ડ પ્રવાસ અને પછી એશિયા કપ. આ વર્ષે વર્લ્ડ કપ પણ ઓક્ટોબર-નવેમ્બરમાં ઘરઆંગણે રમાવાનો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેશે કે, નહીં? આ અંગેનો ર્નિણય ૭ ઓક્ટોબરે લેવામાં આવી શકે છે. આ દિવસે મ્ઝ્રઝ્રૈં એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાવા જઈ રહી છે. એશિયન ગેમ્સ ચીનમાં ૨૩ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર દરમિયાન યોજાવાની છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ચીન જવું પડશે. રમતગમતના સમાચાર અનુસાર, બેઠકમાં વિદેશી લીગમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓની નિવૃત્તિ અંગે પણ ર્નિણય લેવામાં આવી શકે છે. હાલમાં જ અંબાતી રાયડુને આવતા મહિને અમેરિકામાં યોજાનારી મેજર લીગ ક્રિકેટ માટે કરારબદ્ધ કરવામાં આવ્યો છે. સુરેશ રૈનાએ પણ શ્રીલંકા લીગ માટે પોતાનું નામ આપ્યું હતું. જાેકે, કોઈ ટીમે તેને ખરીદ્યો નથી. એશિયન ગેમ્સની વાત કરીએ તો બોર્ડ ત્યાં સેકન્ડ ક્લાસ ટીમ મોકલી શકે છે. શિખર ધવનને કેપ્ટન બનાવવાની પણ ચર્ચા છે. ગત સિઝનમાં ટી૨૦ મુશ્તાક અલી ટ્રોફીમાં ઈમ્પેક્ટ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ પછી તેનો ઉપયોગ ૈંઁન્ ૨૦૨૩માં થયો હતો. આવી સ્થિતિમાં આ વખતે ફરી મુશ્તાક અલી ટ્રોફી પહેલા નિયમોમાં ફેરફારની ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત ર્ંડ્ઢૈં વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વિવિધ સ્ટેડિયમને અપગ્રેડ કરવા, ખેલાડીઓના કરારને મંજૂરી આપવા સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ર્ંડ્ઢૈં વર્લ્ડ કપની સમગ્ર મેચો પહેલીવાર ભારતમાં યોજાવા જઈ રહી છે. આ કારણથી મ્ઝ્રઝ્રૈં તૈયારીમાં કોઈ ખામી રાખવા માંગતું નથી. વર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર સુધી રમાશે. ૧૦ ટીમોએ તેમાં પ્રવેશ કર્યો છે અને કુલ ૪૮ મેચો ૧૦ સ્થળોએ રમાવવાની છે.
