Maharashtra

ઇન્ટરનેટ શટડાઉનને કારણે ભારતને ભારે નુકસાન, અર્થતંત્રને ૧.૯ અબજનું નુકસાન

મુંબઈ
ઇન્ટરનેટ શટડાઉનને કારણે ભારતને ભારે નુકસાન થયું છે. તાજેતરમાં મણિપુર અને પંજાબમાં ઇન્ટરનેટ બંધ કરવું પડ્યું હતું. જેની મોટી નાણાકીય અસર થઈ હતી. જાહેર કરાયેલા અહેવાલ મુજબ શટડાઉનને કારણે દેશના અર્થતંત્રને ૧.૯ અબજ ડોલરનું નુકસાન થયું હતું. વૈશ્વિક ઇન્ટરનેટ સોસાયટીના ‘નેટ લોસ’ અહેવાલમાં જણાવ્યા અનુસાર ‘ઉત્પાદનમાં નુકસાન ઉપરાંત, ઇન્ટરનેટ શટડાઉનને કારણે બેરોજગારી દરમાં વૃદ્ધિ, સીધા વિદેશી રોકાણમાં નુકસાન, ભાવિ શટડાઉનનું જાેખમ, કામ કરતી વસ્તી વગેરે બાબતોમાં ફેરફાર નોંધાયા છે.’ અહેવાલ પ્રમાણે શટડાઉનથી વિદેશી રોકાણમાં ૧૧.૮ કરોડ ડોલરનો ફટકો પડ્યો હતો. ૨૧,૦૦૦ જાેબ લોસ પણ થયા હતા.અહેવાલમાં જણાવાયું છે કે, ‘સરકાર એવું માને છે કે, ઇન્ટરનેટ શટડાઉનથી તોફાનોને ડામી શકાશે, અફવાઓ અટકાવી શકાશે અને સાયબરસુરક્ષા સામેના જાેખમને ઓછું કરી શકાશે. જાેકે, તેની પ્રતિકૂળ અસર આર્થિક પ્રવૃત્તિ પર પડે છે. ભારત કાયદો-વ્યવસ્થા જાળવવા ઇન્ટરનેટ શટડાઉનનો નિયમિત ઉપયોગ કરે છે. ચાલુ વર્ષે ભારતમાં શટડાઉનનું જાેખમ ૧૬ ટકા છે, જે વિશ્વમાં ૨૦૨૩માં સૌથી વધુ છે.’ઇન્ટરનેટ શટડાઉનથી ઇ-કોમર્સ પ્રવૃત્તિ અટકે છે, સમયની રીતે સંવેદનશીલ વ્યવહારોમાં નુકસાન થાય છે, બેરોજગારી વધે છે, બિઝનેસ અને ગ્રાહક વચ્ચેની વાતચીત અવરોધાય છે તેમજ કંપનીઓ માટે નાણાકીય અને પ્રતિષ્ઠાનું જાેખમ ઊભું થાય છે. બિનનફાકીય સંસ્થા ઇન્ટરનેટ સોસાયટીની શરૂઆત ૧૯૯૨માં થઈ હતી. તેણે પહેલેથી જ સ્પષ્ટ કર્યું હતું કે, તે શટડાઉનની વિરુદ્ધ છે અને સરકારોને ઇન્ટરનેટ બંધ કરવા જેવા નિયંત્રણ નહીં લાદવા જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર આવું કરવાથી દેશના અર્થતંત્ર, સમાજ અને ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થાય છે. ઇન્ટરનેટ સોસાયટીના પ્રેસિડેન્ટ અને સીઇઓ એન્ડ્રૂ સુલિવને જણાવ્યું હતું કે, ‘વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટ શટડાઉનમાં વૃદ્ધિ દર્શાવે છે કે, સરકારો ગ્લોબલ ઇન્ટરનેટને મુક્ત, સુરક્ષિત અને તમામ લોકો માટે ઉપલબ્ધ રાખવાની બાબત પર ધ્યાન આપતી નથી અને તેના પ્રતિકૂળ પરિણામોને પણ અવગણી રહી છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *