માહિતી ખાતામાં ૩૯ વર્ષની લાંબી સેવાઓ બાદ ગાંધીનગર ખાતેથી સંયુકત માહિતી નિયામક જી.એફ. પાંડોર,નાયબ માહિતી નિયામક આઈ.એમ. ઠાકોર,સહાયક માહિતી નિયામક લીતીબેન અને રાઠોડભાઈ વયનિવૃત્ત થતાં તેમને માહિતી પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી. માહિતી પરિવારના મોભી અને માર્ગદર્શક એવા માહિતી નિયામક ધીરજ પારેખે નિવૃત્ત થતા અધિકારીઓને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, સરકારી સેવામાંથી નિવૃત્ત થવું એક ફરજનો ભાગ છે. આગળનું જીવન તેમનું પરિવાર સાથે સુખમય અને નિરોગી નિવડે તેવી શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે, ખાતામાં અનુભવી માણસો વયનિવૃત્ત થઈ રહ્યાં છે ત્યારે પાંડોરભાઈની સેવાઓની માહિતી પરિવારને ચોક્કસ ખોટ પડશે. તેમણે પાંડોર સાહેબની ઓછુ બોલવું અને આઉટપુટ વધારે આપવું એ સેવાઓને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે લીતીબેન અને રાઠોડભાઈની સેવાઓને બિરદાવીને પણ બંનેનું આગામી જીવન સુખમય નિરોગી રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.આ ઉપરાંત તેમણે માહિતી ખાતાની જિલ્લા કચેરીઓમાંથી નિવૃત્ત થતા ૧૯ જેટલા કર્મચારીઓને પણ શુભકામનાઓ પાઠવી હતી.
માન.રાજયપાલ શ્રીના પ્રેસ સચિવ અને સંયુકત માહિતી નિયામક હિરેન ભટ્ટે નિવૃત્ત થતા તમામ અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવીને તેમના સંસ્મરણો તાજા કર્યા હતા અને એમનું નિવૃત્તિ જીવન નિરોગીમય રહે એવી શુભ કામનાઓ આપી હતી. નિવૃત નાયબ માહિતી નિયામક પંકજ મોદીએ વિદાય પણ નિવૃત્ત થતા અધિ કારીઓને શુભેચ્છા પાઠવી હતી.આ વેળા એ માહિતીખાતા માં થી નિવૃત્ત થનાર સૌ કર્મીઓને તેમના નિવૃત્તિના મળવા પાત્ર તમામ લાભોના આદેશો નિવૃત્તિના દિવસે જ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે માહિતી નિયામક કચેરી ગાંધીનગરની વિવિધ શાખાના ઉચ્ચ અધિકારીઓએ પણ નિવૃત્ત થતા તમામ અધિકારીઓનું નિવૃત્તિ જીવન નિરોગીમય રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
